Mehsana: ઊંઝા હાઇવે પર આજે વહેલી સવારે ભગવતી વુડન વર્કસ ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી. આગ એટલી વિકરાળ હતી કે, બાજુમાં આવેલ વાહન સર્વિસ સ્ટેશન અને લાકડાની લાટી પણ તેની ચપેટમાં આવી ગઈ.
Thank you for reading this post, don't forget to subscribe!ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો કાફલો દોડી આવ્યો અને લાંબા પ્રયાસો બાદ આગને કાબૂમાં લીધી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ઊંઝા હાઇવે પર આવેલી વુડન મટીરિયલ ઉત્પાદક ફેક્ટરી, લાટી અને બાઈક ગેરેજમાં આગ ફાટી નીકળી. આગના કારણે ગેરેજમાં ઉભેલા વાહનો બળી ખાખ થઈ ગયા છે. લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થયો હોવાની શંકા છે. ઊંઝા ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના સતત પ્રયત્નો કરવામાં આવ્યા.

ફાયરબ્રિગેડની ટીમે સતત 4 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. આગની જાણ થતાં જ ઊંઝા નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ. ભગવતી વુડન વર્કસ ફેક્ટરીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, નજીકની લાટી અને આસપાસના વિસ્તાર સુધી પ્રસરી ગઈ. પરિસ્થિતિની ગંભીરતા જોતા મહેસાણા અને આજુબાજુના વિસ્તારોમાંથી વધારાના ફાયર ફાઇટર્સને બોલાવવામાં આવ્યા.
આ ઘટનામાં ભગવતી વુડન વર્કસ ઉપરાંત બાજુના સર્વિસ સ્ટેશનમાં 4 રિક્ષા અને 6 બાઇક બળી ખાખ થઈ ગયા. આગ લાટીમાં પ્રસરી જતા લાકડાનો માલ પણ બળી ગયો. ઊંઝા-સિદ્ધપુર હાઇવે પર આગ લાગતા ટ્રાફિક સમસ્યા સર્જાતા પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો. આગ વધુ ન પ્રસરે તે માટે વિજ પુરવઠો તાત્કાલિક બંધ કરીને આગને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરાયો.