મહેસાણા નગરપાલિકાના સરદાર પટેલ સ્ટેડિયમમાં હાઈ માસ્ટ લાઇટિંગ નું કામ માટે ક્રેન લાવવામાં આવી જે સ્ટેડિયમ ના દરવાજાના પીલર પર ટકરાઇ & દરવાજાને નુકસાન પહોંચ્યું હતું. નગરપાલિકાને તેની જાણ થતા કોન્ટ્રાક્ટરના ખર્ચે રીપેરીંગ કામ કરવા સૂચન કર્યું હતું.
સરદાર પટેલ સ્ટેડિયમમાં ઘણા સમયથી હાઈ માસ્ટ લાઇટિંગ લગાવવાની કામગીરી ઠપ પડી હતી. જોકે પાલિકાએ ટકોર કરતા એજન્સી દ્વારા લાઈટ લગાવવામાં આવી રહી છે.તે દરમિયાન ક્રેનની મદદથી સ્ટેડિયમના ચાર લાઈટ ના ટાવર લગાવવા માટેની કામગીરી ક્રેનના ડ્રાઈવરે કાબુ ગુમાવ્યું અને ક્રેન સ્ટેડિયમના દરવાજા & પિલરને ટકરાઈ.
જેને કારણે પિલરને નુકસાન થયું અને ક્રેન ટકરતા દરવાજાનો કેટલોક ભાગ ઉખડી જવા પામ્યો. આ મામલે નગરપાલિકાને જાણ થતાં પાલિકાએ એજન્સી ને ટકોર કરતા એજન્સીના ખર્ચે પીલર અને દરવાજાનું રીપેરીંગ કામ કરવા સૂચન કર્યું છે.