Mehsana: હસતું મુખડું જીવદયા ગ્રૂપ કાંસા દ્વારા JCB ની મદદથી આખલાને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો. વિસનગરમાં ચાલી રહેલા વરસાદી પાઇપલાઇન પ્રોજેક્ટમાં તંત્ર અને કોન્ટ્રાકટરની ગંભીર બેદરકારી સામે આવી છે. કાંસા ચાર રસ્તા પાસે સરદાર સ્કૂલ નજીક કરવામાં આવેલા મોટા ખાડામાં મંગળવારે વહેલી સવારે એક આખલો પડી ગયો હતો.
Thank you for reading this post, don't forget to subscribe!
ખાડામાં ગટરનું પાણી ભરાયેલું હોવાથી આખલો જાતે બહાર નીકળી શક્યો નહીં.જેનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા કાંસા ગામના હસતું મુખડું જીવદયા ગ્રૂપ આવીને JCBની મદદથી આખલાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. આ ઘટના ને પગલે જનતા રોષે ભરાઈ છે. શાળા વિસ્તારમાં આવા ખુલ્લા ખાડા આસપાસ કોઈ સુરક્ષા બેરિકેડ્સ મૂકવામાં આવ્યા નથી, જે બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે.આખલાની જગ્યાએ કોઈ બાળક પડ્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.વિકાસ કાર્યો દરમિયાન સુરક્ષાના ધોરણો જાળવવામાં આવતા નથી, જે ચિંતાનો વિષય છે. લોકોએ આવા જોખમી ખાડાઓને તાત્કાલિક પૂરવા અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે.