બાગાયત વિભાગ દ્વારા વિવિધ ઘટકોની સહાય માટે પોર્ટલ ખુલ્લુ મુકાયું

Horticulture Department opens portal for assistance for various components

Mehsana: રાજ્ય સરકાર વિવિધ સહાય યોજનાઓની અમલવારી કરે છે, ખાસ કરીને ખેડૂતો માટે સબસિડી આધારિત યોજનાઓ. ખેત ઓજાર, બિયારણ અને ખાતરમાં સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી આવશ્યક છે. બાગાયત વિભાગે શાકભાજી, કંદફૂલ, ફૂલ ખેતી, મધમાખી ઉછેર અને ફળની ખેતી માટે સહાયની અરજીઓ માટે પોર્ટલ 1 થી 7 ડિસેમ્બર, 2024 સુધી ખુલ્લુ રાખ્યું છે.

Thank you for reading this post, don't forget to subscribe!

ખેડૂતોએ અર્ધ પાકા મંડપ, વેલાવાળા શાકભાજી પેડલ, કાચા મંડપ માટે ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ માટે સહાય મેળવી શકશે. પ્રાકૃતિક ખેતી, સરગવાના પાક માટે સહાય, મેન્યુઅલ કે પાવર સ્પ્રેયર, ખેતર પર શોર્ટિંગ-પેકિંગ એકમ અને બાગાયતી પાક પ્રોસેસિંગ યુનિટ માટે સહાય ઉપલબ્ધ છે. મધમાખી ઉછેર કાર્યક્રમ, કંદફૂલ અને દાંડીફૂલ માટે સહાય સાથે પાવર સ્પ્રેયરના વિવિધ મોડેલો માટે પણ ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે..

ફળના પાક માટે આંબા-જામફળ ઉત્પાદન વધારવાનો કાર્યક્રમ, ધનિષ્ઠ ખેતીવાળી આંબા, જામફળ, દાડમ, લીંબુ અને કમલમ (ડ્રેગન ફ્રૂટ) માટે સહાય ઉપલબ્ધ છે. ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતી, ફળ પાક પ્લાન્ટિંગ મટિરિયલ, આંબા-લીંબુ પાકના નવીનીકરણ, અને બાગાયતી પાકના પ્રોસેસિંગ યુનિટ માટે સહાય મળે છે. સંકલિત કોલ્ડ ચેઇન સિસ્ટમ, નાની નર્સરી, પપૈયા ઉત્પાદકતા વધારવા અને પોલી હાઉસ/નેટ હાઉસ જેવી નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય માટે પણ ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે.

શાકભાજી, કંદફૂલ અને મધમાખી સહાય માટે તેમજ 13 અન્ય ફળપાક ઘટકોના લાભ માટે જિલ્લાનાં ખેડૂતોએ સરકારના આઈ ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરવી રહેશે. અરજી સાથે 8(અ) ના ઉતારા, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક જેવા જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે. અરજી નિયત સમયમર્યાદામાં કચેરીના કાર્ય દિવસો દરમિયાન મહેસાણા નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નંબર એસ-2, બ્લોક નંબર-1, બહુમાળી ભવન ખાતે પહોંચાડવી અનિવાર્ય છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03