Ahmedabad: હાલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને બાળકો માટે રાહતદાયક સમય છે. આ અવસરે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર G. S. મલિકની પહેલ હેઠળ પોલીસ પરિવારના બાળકો માટે એક વિશેષ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલા કૌશલ્યને વિકસાવવાનો છે, જેથી તેઓ મોબાઈલથી દૂર રહી પોતાના આંતરિક અવસરને ઓળખી શકે.
Thank you for reading this post, don't forget to subscribe!આ વર્ષે પણ શહેરની વિવિધ પોલીસ લાઈનમાં સમર કેમ્પ ભરપૂર ઉત્સાહ સાથે ચાલી રહ્યો છે. શાહીબાગ ખાતે આવેલ માધુપુરા પોલીસ લાઈન ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ કેમ્પની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે બાળકો દ્વારા બનાવેલ ક્રાફ્ટ, રમાયેલી રમતો જેમ કે ચેસ, તથા સંગીતના તાલીમ સત્રો નિહાળ્યા હતા. ગૃહમંત્રીએ બાળકોના જુસ્સા અને અભિરુચિને વખાણી હતી તથા શહેરના પોલીસ કમિશનર દ્વારા કરાયેલ આ અનોખી પહેલની પણ પ્રશંસા કરી હતી.

આ અવસરે તેમણે બાળકો સાથે પ્રશ્નોતરી અને સૌહાર્દપૂર્ણ વાતચીત પણ કરી હતી. ઉપરાંત, તેમણે હાજર પોલીસ પરિવારની બહેનો સાથે પણ સંવાદ કર્યો અને બાળકોમાં સારા સંસ્કાર ગઢવા તેમજ તેમની પ્રતિભાને ઉછેરવા અંગે મહત્વની વાતો કરી. આ પ્રસંગે પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 જયપાલસિંહ રાઠોર, DCP કાનનબેન દેસાઈ, ACP રીનાબેન રાઠવા, PI J.D ઝાલા તથા શાહીબાગ પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.