ગુજરાતી ગાયક કલાકારો નવરાત્રીમાં અમદાવાદ, સુરત તથા ગાંધીનગર મચાવશે ધૂમ

Gujarati singers will make noise in Ahmedabad, Surat and Gandhinagar on Navratri

festival: નવરાત્રીનું નામ જ સાંભળતાં પગ આપ મેળે ગરબા કરવા મંડે છે. દર વર્ષે ગુજરાતીઓમાં નવરાત્રી માટે એક અનોખો ઉત્સાહ જોવા મળે છે. નવરાત્રીના દિવસોમાં પ્રત્યેક ગુજરાતી પર એવો વિશિષ્ટ જાદુ છવાઈ જાય છે કે, નાના ભૂલકાઓથી લઈ મોટા લોકો સુધી, માતાના ચોકમાં ગરબાની રમઝટ બોલાવતા જોવા મળે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

નવરાત્રીમાં ઓપન ગ્રાઉન્ડ, ડોમ, ક્લબ અને શેરીઓમાં ગરબા ધૂમધામથી આયોજિત થાય છે, જેમાં જાણીતા કલાકારો ગરબાની રોનકને વધુ વધારતા હોય છે. દર વર્ષે નવરાત્રી માટે કલાકારોની યાદી જાહેર કરવામાં આવે છે, જેમાં જણાવવામાં આવે છે કે કયા નોરતે ક્યા સ્થળે કયા કલાકારો પોતાની રમઝટ બોલાવશે. તો, આજે અમે પણ તમારા મનપસંદ કલાકારોના શેડ્યુલ સાથે હાજર છીએ, જે નીચે મુજબ છે.

કિંજલ દવે : ગુજરાતના ખેલૈયાઓ તૈયાર રહેજો, કારણ કે કીંજલ દવે અને તેમની ટીમ ગરબે રમાડવા તૈયાર છે. 1 ઓક્ટોબરે તેઓ અમદાવાદમાં આર.એમ. પટેલ ફાર્મ, એસ.જી. હાઈવે નજીક પરફોર્મ કરશે. ત્યારબાદ 3 થી 12 ઓક્ટોબર સુધી સુરતમાં યશવી નવરાત્રી, ગૌરવ પથ રોડ, પાલ ખાતે સુરતીલાલાઓને ગરબે ઝુમાવશે.

ગીતા રબારી: લોકલાડીલા ગીતાબેન પણ ગરબે રમાડવા માટે તૈયાર છે. 1 ઓક્ટોબરે તેઓ સ્વામિનારાયણ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે પ્રી-નવરાત્રીમાં પરફોર્મ કરશે. 3 થી 12 ઓક્ટોબર સુધી મુંબઈમાં નમો નમો નવરાત્રી, ડોમ્બિવલી ખાતે દર્શકોને ગરબાના માહોલમાં રમાડશે.

કીર્તીદાન ગઢવી: 3 થી 11 ઓક્ટોબર દરમિયાન કીર્તીદાન ગઢવી સુવર્ણ નવરાત્રી, ધ પ્રીમિયમ લોન, એસી ડોમ ખાતે અમદાવાદીઓને ગરબે ઝુમાવશે.

જીગરદાન ગઢવી: 3 થી 12 ઓક્ટોબર દરમિયાન જીગરદાન ગઢવી અનમોલ ફાર્મ એન્ડ પાર્ટી પ્લોટ, અમદાવાદ ખાતે ગરબાના રંગમાં મશગૂલ રહેશે.

પાર્થ ઓઝા: 3 થી 12 ઓક્ટોબર સુધી પાર્થ ઓઝા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ગરબાની ધૂમ મચાવશે. 01- AEMS ગરબા, 02- ખાનગી કાર્યક્રમ, 03- BNI, 04- શિવાલિક, 05- CLUB 07, 06- ઉદગમ શાળા, 07- ઓગ ગરબા, 08- રાજપથ ક્લબ, 09- CAIT યે ગરબા, 10- ગુલમોહર ગ્રીન્સ, 11- નેચર્સ એજ, 12- નવરંગી નવરાત્રીમાં તેઓ ઝૂમાવશે.

રાગ અને ઝલક: યુવા કલાકારો રાગ મહેતા અને ઝલક પંડ્યા 1 થી 13 ઓક્ટોબર દરમિયાન અમદાવાદમાં વિવિધ સ્થળોએ ગરબાના લયમાં મંત્રમુગ્ધ કરશે. 1- બાલમંડલી, 2- નવરંગી નવરાત્રી, 3- ઉદગમ, 4- ખાનગી ગરબા, 5- પીવાયસી નવરાત્રી ઉત્સવ, 6- કલહાર એક્સોટિકા, 7- હેરિટેજ, 8- સંતૂર ફાર્મ, 9- રાજપથ ક્લબ, 10- શિલાજ, 11- માય એફએમ, 13- ભારત ની પદઘમ, 19- નિરમા યુનિવર્સિટીમાં તેઓ ગરબાની ધૂમ મચાવશે.

જીગ્નેશ કવિરાજ: 3 થી 11 ઓક્ટોબર દરમિયાન જીગ્નેશ કવિરાજ રવાણી બોક્સ ક્રિકેટ એન્ડ ફાર્મ, અમદાવાદ ખાતે ગરબાના તાલે મહોલ વધારશે.

શ્યામલ-સોમીલ: 3 થી 11 ઓક્ટોબર દરમિયાન શ્યામલ અને સોમીલ શાંતમ ફાર્મ, અમદાવાદ ખાતે ગરબાના તાલે દર્શકોને ઝૂમાવશે.

આદિત્ય ગઢવી: આદિત્ય ગઢવી 2 થી 9 ઓક્ટોબર દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં તેમના લય પર ગરબા રમાડશે. 2-3 ઓક્ટોબર ACES ગરબા, 4મો નોરતો નિકસ શેરી ગરબા, 5મો રાસલીલા નવરાત્રી, 6મો રાત સાથે વાઇબ, 7-8મો ગિફ્ટ સિટી ગરબા ફેસ્ટિવલ, 9મો કુ ગરબા મહોત્સવમાં તેઓ ગરબા રમાડશે.

ઓસમાણ મીર: 3 થી 12 ઓક્ટોબર દરમિયાન ઓસમાણ મીર સુરતના સુવર્ણ નવરાત્રી, ડાયમંડ વિલેજ ખાતે સુરતીલાલાઓને ગરબાના રંગમાં ઝૂમાવશે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03