મોઢેરા સૂર્યમંદિરમાં ભવ્ય શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ

Grand Classical Dance Festival at Modhera Sun Temple

Bhakti Sandesh: વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં આગામી 18 અને 19 જાન્યુઆરી 2025ના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવમાં ભરતનાટ્યમ, ઓડીસી, કુચીપૂડી, મોહિની અટ્ટમ, કથ્થક, કથકલી, મણિપુરી, કથક અને સતરીયા જેવા નવ પ્રકારના શાસ્ત્રીય નૃત્યોની પ્રસ્તુતિ વિશ્વવિખ્યાત કલાકારો દ્વારા રજૂ કરવામાં આવશે.

Thank you for reading this post, don't forget to subscribe!

ઉત્તરાર્ધ મહોત્સવની પરંપરા ઉત્તરાયણ પછી શરૂ થાય છે, જ્યારે સૂર્ય ઉત્તર ગતિ કરે છે અને દિવસો લાંબા થવા લાગે છે. મોઢેરાનું સૂર્યમંદિર પ્રાચીન ભારતીય વાસ્તુકલા અને જ્યોતિષશાસ્ત્રનું અનોખું ઉદાહરણ છે, જે સૂર્ય અને ગ્રહોની ગતિવિધિને પ્રતિબિંબિત કરે છે.

આ મહોત્સવનું આયોજન રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે 1992થી થઈ રહ્યું છે. ઉત્સવનો મુખ્ય હેતુ ભારતીય શાસ્ત્રીય નૃત્યોની સમૃદ્ધ ગુરુ-શિષ્ય પરંપરાને જીવંત રાખવાનો અને વિશ્વવ્યાપી લોકો સુધી પહોંચાડવાનો છે.

પ્રાચીન કાળથી મોઢેરા નગરીમાં સ્થાપત્ય કલા અને શાસ્ત્રીય નૃત્ય સાથે જોડાયેલા નગર ઉત્સવોની પરંપરા જોવા મળે છે. આ પરંપરા આજે પણ પોષાય છે, જે ભારતીય સંસ્કૃતિ અને વારસાની અનોખી ઝલક પ્રદર્શિત કરે છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03