Crime: વિસનગર ST ડેપોમાં, ખેરાલુ જતી બસમાં ચડતા સમયે ભીડનો લાભ લઈ અજાણ્યા શખ્સે એક મહિલાના ગળામાંથી રૂ. 1.10 લાખ કિંમતનો સોનાનો દોરો ખેંચી લીધો અને ફરાર થઈ ગયો. ખેરાલુના મોટા બારોટવાસના રહેવાસી કલ્પેશકુમાર ચીનુભાઈ બ્રહ્મભટ્ટ તેમની પત્ની હિનાબેન સાથે વિસનગર સારવાર માટે આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેઓ બજારમાં ખરીદી કરી ઘરે પરત જવા બપોરે ST ડેપો પહોંચ્યા.
Thank you for reading this post, don't forget to subscribe!જ્યારે મહેસાણા-ખેરાલુ બસ આવી, તે સમયે હિનાબેન બસમાં ચડતા હતા, ત્યારે ભીડનો લાભ ઉઠાવી, અજાણ્યા શખ્સે ગળામાં પહેરેલો પેંડલ સાથેનો સોનાનો દોરો તોડી લીધો. દોરાની કિંમત અંદાજે 1.10 લાખ રૂપિયાની હોવાનો અંદાજ છે. ઘટનાની જાણ થતાં, આજુબાજુ શોધખોળ કરી અને ડેપોના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, પરંતુ કોઈ સાક્ષ્ય મળ્યું નહીં. આ અંગે હિનાબેનના પતિ કલ્પેશકુમારે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.