Politics: મહેસાણા જિલ્લા ભાજપમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગીરીશ રાજગોરની ફરીથી જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. આ સંકલન બેઠક જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા ગોરધન ઝડપિયા, વર્ષાબેન દોશી અને ભરત ડાંગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં સ્થાનિક સંસદસભ્યો અને ધારાસભ્યોની પણ હાજરી રહી હતી. પક્ષના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં ગીરીશ રાજગોરને ફરી એક વખત જિલ્લા પ્રમુખપદની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની વરણી સર્વાનુમતે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.