Mehsana: વિસનગર APMC ગ્રાઉન્ડ ખાતે આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 495 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું.
Thank you for reading this post, don't forget to subscribe!આ પ્રસંગે કુલ 72 કરોડથી વધુના 18 વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા 423 કરોડના 76 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. CMના હસ્તે સિવિલ હોસ્પિટલ, તાલુકા પંચાયત અને નગરપાલિકાના નવા મકાનોનું લોકાર્પણ, વિશેષરૂપે, નવ નિર્મિત સિવિલ હોસ્પિટલ, તાલુકા પંચાયત અને વિસનગર નગરપાલિકાના ઇમારતોનું પણ લોકાર્પણ કરાયું.
મુખ્યમંત્રીએ વિસનગરમાં બાયપાસ રોડ માટે જરૂરી જમીન સંપાદનના બદલામાં ખેડૂતોને ચેક પણ વિતરણ કર્યા. સાથે સાથે, સગર્ભા મહિલાઓને પોષણ કીટ તેમજ T.B.ના દર્દીઓને આરોગ્ય કીટ આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરી રહી હતી.