બે મિત્રોને ચા પીવાના બહાને ઘરે બોલાવી અર્ધ નગ્ન કરી વીડિયો ઉતારી, 9 લાખ પડાવ્યા, પોલીસે 3 મહિલાઓ સહિતની ટોળકી ઝડપી
Thank you for reading this post, don't forget to subscribe!CRIME NEWS: મહેસાણામાં હનીટ્રેપનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ખાનગી કંપનીના મેનેજર અને તેના મિત્રને સાંઈબાબા મંદિર પાસે રહેતી મહિલાએ ચા પીવા બોલાવ્યા હતા. બાદમાં ત્યા હાજર ટોળકીએ બંને યુવકોને અર્ધ નગ્ન કર્યા હતા. તેમજ વીડિયો ઉતાર્યો હતો. જે બાદ રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી 9 લાખ પડાવી લીધા હતા. જે ટોળકીને પોલીસે ઝડપી પાડ્યા છે.
2 યુવકોને ઘેર બોલાવી ખેલ પાડયો :
મહેસાણાની એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતો યુવક અને તેનો મિત્ર બન્ને 4 ફેબ્રુઆરીના રોજ સાંઈબાબા મંદિરે દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન ફરિયાદીના મિત્રના ફોન પર રાવળ મીનાબેનનો ફોન આવ્યો હતો અને કહ્યું કે, મારું ઘર મંદિર નજીક છે ચા-પાણી પીવા આવો. ત્યારબાદ બંને ફરિયાદી અને તેનો મિત્ર અવધૂત રો હાઉસમાં આવેલા મકાન નંબર 16 માં ગયા હતા.

આ દરમિયાન બંને જણા બેઠા હતા ત્યારે રાવળ મીના ફોન આવ્યો હોવાનો ડોળ કરી ઘરની બહાર વાત કરવા ગઈ હતી.એટલામાં રસોડામાં રહેલા વાઘેલા કિંજલ બૂમ પાડતા બંને મિત્રો ત્યાં ગયા હતા. જ્યા કિંજલે અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.ફરિયાદી કંઈ સમજે એ પહેલા કિંજલે જોરજોરથી દરવાજો ખખડાવ્યો હતો.
પહેલેથી બનાવેલા પ્લાન પ્રમાણે રાવળ મીનાબેન જશવંત ભાઈ, વિક્રમકુમાર દીપકભાઈ પટેલ, પંડ્યા ધર્મેશ મનોજભાઈ, રાવળ તેજલ બેન જસવંત ભાઈ ફરિયાદીના મિત્રને રૂમમાં લાવી તમામે ભેગા મળી માર માર્યો હતો. બાદમાં બન્ને મિત્રોને અર્ધ નગ્ન કરી વીડિયો ઉતારી રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તેમજ ડરાવી ધમકાવી ફરિયાદી પાસેથી 8 લાખ અને તેના મિત્ર પાસેથી 1 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
9 લાખ પડાવ્યા પછી ટોળકીએ બીજા 20 લાખ માંગ્યા :
મેનેજર અને તેમના મિત્ર પાસેથી 9 લાખ રૂપિયા પડાવ્યા પછી વધુ રૂપિયાની લાલચમાં ચાર-પાંચ દિવસ પછી આ ટોળકીએ ફરિયાદી અને તેના મિત્રને ફોન પર જણાવ્યું કે, કિંજલના પતિએ આપઘાત કર્યો છે અને તેમાં તમારું નામ લખ્યું છે. સુસાઇડ નોટ બતાવી 20 લાખ રૂપિયા માગ્યા હતા. હિમ્મત દાખવીને ફરિયાદી અને તેના મિત્ર એ બાદમાં મહેસાણા એ ડિવિઝન પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આરોપીઓની ધરપકડ કરી 7.50 લાખ રિકવર કર્યા :
પોલીસે હનીટ્રેપ આ કેસમાં (1) મીનાબેન જસવંતભાઇ રાવળ રહે. દેદીયાસણ, (2) કિંજલબેન વા/ઓ નિમૅળસિંહ વાઘેલા રહે.રામોસણા તા.જિ.મહેસાણા, (3) વિક્રમકુમાર દિપકભાઇ પટેલ રહે. મહેસાણા, ઉચરપી રોડ, શ્રીજી શરણમ ફ્લેટ, (4) પ્રફુલ ઠાકોર રહે.ચિત્રોડીપુરા, (5) ધર્મેશ મનોજભાઇ પંડયા રહે.મહેસાણા શ્રીજી શરણમ ફલેટ વાળા (6) તેજલબેન જસવંતભાઇ રાવળ રહે.અવધુત રો.હાઉસ,મહેસાણા ની ધરપકડ કરી છે. જયારે ઠાકોર પ્રફુલ ફરાર છે.આરોપીને ઝડપી 7 લાખ 50 હજાર રૂપિયા રિકવર કર્યા છે. તેમજ ગુનામાં વપરાયેલા છે મોબાઈલ પણ કબજે કરી વધુ તપાસ આદરી છે.
અહેવાલ: કનકસિંહ ,મહેસાણા