Mehsana: ઊંઝામાં નકલી જીરું અને વરિયાળીમાં મોટા પાયે ભેળસેળ થઈ રહી છે. ગુજરાતમાં ભેળસેળનો કાળો કારોબાર વેગવંતુ બન્યો છે, અને ભ્રષ્ટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ પરિસ્થિતિમાં દરોડાનું નાટક કરીને માત્ર દેખાવ પૂરતું કાર્ય કરી રહ્યું છે, એવો આક્ષેપ ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલે કર્યો છે.
Thank you for reading this post, don't forget to subscribe!નારણભાઈ પટેલે સવાલ ઉઠાવ્યો છે કે, “જો ભેળસેળ કરનાર કોઈ આરોપીને સજા થઈ હોય તો તેનો દાખલો આપો.” નકલી જીરું અને વરિયાળીના જથ્થાઓ પકડાય છે પરંતુ ભેળસેળની પ્રવૃત્તિ વધતી જ રહી છે.
ઊંઝામાં આ સમસ્યા ગંભીર બની છે, અને નારણભાઈ લલ્લુભાઈ પટેલે આ મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેઓએ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પર આક્ષેપ કર્યો કે, વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં મગ્ન છે અને દરોડા માત્ર નાટક પૂરતા જ હોય છે. પટેલએ પડકાર આપતા કહ્યું કે, “જો નકલી જીરુ-વરિયાળીના જથ્થાનો નાશ કરાયો હોય અથવા કોઈ ભેળસેળિયા પર કાર્યવાહી કરીને સજા કરવામાં આવી હોય, તો એ સાબિત કરો.” આક્ષેપો પછી રાજ્યની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે, અને સરકારના કાર્યપ્રણાલીની ટીકા થઈ રહી છે.