@દુર્ઘટના: અમદાવાદમાં બી.આર.ટી.એસ માં લાગી આગ

વાળીનાથ ચોક વિસ્તારમાં આખી બસ બળીને ખાખ,જાનહાની ટળી

Thank you for reading this post, don't forget to subscribe!

Fire In Ahmedabad: આજે સાંજે એક મોટી દુર્ઘટના ઘટી હતી.અમદાવાદના હાર્ડ સમા વાળીનાથ ચોક વિસ્તારમાં એકાએક એક બી.આર.ટી.એસ બસમાં અચાનક કોઈ કારણોસર આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. જો કે પેસેન્જરોએ સમયસૂચકતા દાખવી બસમાંથી ઉતરી જતા મોટી જાનહાની ટળી હતી.

બસમાં લાગેલી આગે બાજુમાં ઉભેલા ટેમ્પોને પણ આગની ઝપેટમાં લઇ લીધી હતી.જેમાં પુંઠાના કાર્ટુનો ભરેલા હતા.આ આગની ઘટનાથી ચારે બાજુ દોડઘામ મચી જવા પામી હતી.જો કે ફાયર બ્રિગેડની ટીમે સમયસર આગ પર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી.આગની ઘટનાના થોડા જ સમયમાં પોલીસ અને એમ્બ્યુલસનો કાફલો આવી પહોંચ્યો હતો.

પોલીસે રસ્તા પરના વાહનો દૂર હટાવ્યા હતા જેથી બીજા વાહનો આગની ઝપેટમાં ના આવે. અમદાવાદમાં ભારે ટ્રાફિક વચ્ચે બી.આર.ટી.એસ બસમાં અચાનક આગ લાગવાની ઘટનાએ વહીવટીતંત્રને દોડતું કરી દીધું હતું.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03