Crime: મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામમાં એક યુવક પર ઘાતકી હુમલો થયો છે. ચિત્રોડિયાવાસ વિસ્તારમાં વસતા 25 વર્ષીય વિજય લક્ષ્મણજી ઠાકોર પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. ગઈકાલે સાંજે અરઠી ચોકડી નજીક આ ઘટના બની હતી. મહેકુબપુરા ગામના બલોચ મોઈનુદીનખાન હુસેનખાન, બલોચ સલમાનખાન હૈદરખાન, બલોચ હુસેનખાન બુઢ્ઢણખાન અને બલોચ તાલીફખાન જાકીરખાનએ મળીને વિજય ઠાકોર પર હિંસક હુમલો કર્યો હતો.
આરોપીઓએ લાકડી અને ધોકા વડે માર મારતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. વધુમાં, વિજયનું ગળું દબાવી તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાપશ્ચાત આરોપીઓ વિજયને ધમકી આપીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ જાનથી મારી નાખવાની કોશિશ, મારપીટ અને ધમકી આપવાના આરોપસર ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસ દ્વારા હાથધરી.