Mehsana: ખેરાલુ APMC (ખેતી ઉત્પાદન ગંજ બજાર) ખાતે આજે ખેડૂતોએ અને વેપારીઓએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજકીય આગેવાનો, ખેડૂત પ્રતિનિધિઓ અને માર્કેટયાર્ડના વેપારીઓ દ્વારા સુસંવાદ કરવામાં આવ્યો હતો. મુખ્ય ઉદ્દેશ એ હતો કે APMC વધુ સક્રિય બને અને તાલુકાના ખેડુતો તથા વેપારીઓને તેનો સીધો લાભ મળે, તેમજ વિસ્તારનો વિકાસ પ્રગતિ પામે છે.
Thank you for reading this post, don't forget to subscribe!બેઠક દરમિયાન માર્કેટયાર્ડના ચેરમેન રામજીભાઈએ જણાવ્યુ હતું કે વર્તમાનમાં બજાર વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે અને માત્ર 40 પૈસા શેષ પર કાર્યરત છે. આ ઉપરાંત, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને નાગરિક બેંકના ચેરમેન દ્વારા સમાનતા પ્રમાણે પાંચથી પચ્ચીસ લાખ રૂપિયાનું ઘીરાણ બેંક દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ બેઠક દરમિયાન ઉપસ્થિત તમામ આગેવાનો અને વેપારીઓએ નિર્ણય લીધો કે આવતીકાલથી ખેડૂતોએ પોતાની ખેતપેદાશની સંપૂર્ણ ઉપજ સ્થાનિક APMC.માં જ વેચવી જોઈએ, જેથી તાલુકાના વિકાસમાં યોગદાન મળી શકે. નવા નિમાયેલા અને પૂર્વ ચેરમેનોએ એકસાથે ખેડુતોના ઘરો સુધી પહોંચી માર્ગદર્શન આપવા માટે સંકલ્પ લીધો.
આ બેઠકમાં ખેડૂત સમુદાય અને વેપારીઓ દ્વારા APMCના વધુ પ્રભાવી સંચાલન માટે વિવિધ અભિપ્રાયો વ્યક્ત કરવામાં આવ્યા. તમામ ઉપસ્થિત સભ્યો APMCના મજબૂત ભવિષ્ય માટે એકમત જોવા મળ્યા, અને સહકાર અને પ્રગતિ માટે સમર્પિત રહેવાના સંકલ્પ સાથે બેઠકનો સમાપન થયો.
અહેવાલ: જીગર મેવાડા ખેરાલુ