Mehsana: વિસનગર શહેરમાં હાલ ITI રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. પરિણામે શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ પ્રતિબંધના અમલ માટે શહેરના પાંચ મુખ્ય સ્થળોએ મજબૂત લોખંડના હાઇટ બેરિયર સ્થાપવામાં આવ્યા છે. બુધવારે રાત્રે દીપરા દરવાજા નજીક એક બેફામ ડમ્પરે આ બેરિયરને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે હાઇટ બેરિયર તેની ફાઉન્ડેશનમાંથી ઉખડી ગયું. આ ઘટનાથી સરકારી મિલકતને અંદાજે રૂ50,000નું નુકસાન થયું છે.
Thank you for reading this post, don't forget to subscribe!
શહેર પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લેતા આરોપી ચાલકને પકડી લેવામાં આવ્યો છે. તેની ઓળખ ઠાકોર અલ્પેશજી પોપટજી તરીકે થઈ છે, જે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઘચેલી ગામનો નિવાસી છે. પોલીસે ડમ્પર (નં. GJ-08-AW-1973) જપ્ત કર્યું છે. શહેરમાં મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ કલેક્ટરના જાહેરનામા દ્વારા અમલમાં આવ્યો છે અને નગરપાલિકા દ્વારા તેનુ પાલન કરાવવા હાઇટ બેરિયર લગાવવામાં આવ્યા હતા. હાલ આરોપી સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.