Crime: રૂ. 74.97 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપી ઝડપાયા

Crime: 3 accused arrested with Rs. 74.97 lakh worth of stolen goods

2 Min Read

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ (ભાવનગર રેન્જ) અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ સાહેબ દ્વારા ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 05/03/2025ના રોજ બનેલી લૂંટની ઘટનાને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેવામાં આવી.

Thank you for reading this post, don't forget to subscribe!

વિગતો મુજબ, ગુલામ અબ્બાસ યાકુબઅલી રાજાણી અને મહંમદઅલી સાદિકઅલી લાખાણી (રહે. કુંભારવાડા, ભાવનગર) ચિત્રા વિસ્તારમાં આવેલી SBI બેંકમાંથી રૂ. 75,00,00,000ની રોકડ ઉપાડી GIDC તરફ જતા હતા. તે દરમિયાન, બ્લ્યુ કલરની એકસેસ સ્કુટર અને બ્લ્યુ પટ્ટાવાળી સ્પ્લેન્ડર મોટરસાયકલ પર આવેલા ત્રણ શખ્સોએ બુકાની બાંધીને હુમલો કર્યો. એક શખ્સે છરી કાઢીને ધમકી આપી અને તેમને રોકડ ભરેલો ‘બાગબાન’ લખાયેલ થેલો આપી દેવા મજબૂર કર્યા. આરોપીઓ ઘટના સ્થળેથી લૂંટની રકમ લઈ ફરાર થઈ ગયા.

તાત્કાલિક, ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કવોડના અધિકારીઓ A.R.વાળા, P.B. જેબલીયા, V.V ધ્રાંગુ અને તેમની ટીમે આ ગુનાની તપાસ માટે સતત કામગીરી શરૂ કરી. CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી એકઠી કરવામાં આવી. મળેલી બાતમીના આધારે, પોલીસએ નીચેના ત્રણ આરોપીઓની ઓળખ કરી અને ધરપકડ કરી:

  1. હિતેન ઉર્ફે હિતલો વિજયભાઇ ચૌહાણ (ઉ.વ. 26, ધંધો- મજૂરી, રહે. ચિત્રા, ભાવનગર)
  2. રાકેશભાઇ ભુપતભાઇ બારૈયા (ઉ.વ. 20, ધંધો- હિરાકારી, રહે. સીદસર, ભાવનગર)
  3. અલ્પેશ ઉર્ફે ભોદી ખોડાભાઇ મકવાણા (ઉ.વ. 26, ધંધો- મજૂરી, રહે. સીદસર, ભાવનગર)

આરોપીઓએ ગુનાની કબુલાત આપી, અને પોલીસ દ્વારા તેમના પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો:

  • રોકડ રકમ: રૂ. 74,50,000/- (200 અને 500 રૂપિયાની ચલણી નોટો)
  • હથિયાર: 2 છરી
  • લૂંટમાં વપરાયેલ સામાન: 1 ‘બાગબાન’ લખાયેલ કાપડનો થેલો, 3 મોબાઇલ ફોન (કિં. રૂ. 47,000/-)
  • કુલ કબ્જે કરાયેલ મુદ્દામાલ: રૂ. 74,97,000/-

આરોપીઓના પૂર્વ ગુનાહિત ઇતિહાસ:

  • હિતેન ચૌહાણ સામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં 3 ગુના નોંધાયેલ.
  • રાકેશ બારૈયા વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ.
  • અલ્પેશ મકવાણા વિરુદ્ધ વરતેજ અને વેળાવદર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા.
Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03