વિસનગર સિવિલ હોસ્પિટલમાં બહારથી દવાઓ મંગાવતા ગ્રાહક સુરક્ષાએ નોટિસ ફટકારી

2 Min Read

સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે દવાઓ આપવાનો નિયમ હોવા છતાં જનઔષધિ કેન્દ્રમાંથી દવાઓ મંગાવાનું કારણ શું ?

Thank you for reading this post, don't forget to subscribe!

દર્દીએ ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ કરતા સિવિલ હોસ્પિટલને નોટિસ

MAHESANA : વિસનગર સિવિલ હોસ્પિટલમાં ડોકટરો કટકી કરતા હોવાની રાવ ઉઠવા પામી છે. હોસ્પિટલના તબીબો દાખલ દર્દીઓને બહારથી દવા ખરીદવા માટે મજબૂર કરી રહ્યા છે. આ મામલે ગ્રાહક સુરક્ષા મંડળે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ અને જનઔષધિ કેન્દ્રના વહીવટદારને નોટિસ પાઠવી છે.

મળતી માહિતી પ્રમાણે શાહીનપાર્ક સોસાયટીના રહેવાસી શેખ સલીમભાઈ ઉસ્માનભાઈની પત્ની સ્કિનની સમસ્યા માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા ગયા હતા. ડૉક્ટરે તેમને કેટલીક દવાઓ બહારથી લેવાનું કહ્યું હતું. સલીમભાઈએ આ દવાઓ હોસ્પિટલના જનઔષધિ કેન્દ્રમાંથી ખરીદી હતી. જો કે, કેન્દ્રએ તેમને બિલ પણ આપ્યું ન હતું.

દર્દીની સ્થિતિમાં સુધારો ન થતાં તેઓ અન્ય ડૉક્ટર પાસે ગયા. નવા ડૉક્ટરે દવા બદલી આપી. સલીમભાઈ જૂની દવા પરત કરવા જનઔષધિ કેન્દ્ર ગયા. પરંતુ કેન્દ્રએ વેચેલો માલ પરત લેતા નથી તેવું જણાવ્યું જેના લીધે સલીમભાઈએ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ કરી.

ગ્રાહક સુરક્ષા મંડળે સિવિલ સુપ્રીટેન્ડેટ અને જન ઔષધિ કેન્દ્રને નોટિસ ફટકારી જેમાં જણાવ્યું છે કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ મુજબ વેચેલો માલ પરત લેવો દુકાનદારની ફરજ છે. મંડળે જનઔષધિ કેન્દ્રને માલ પરત લેવાનું બોર્ડ લગાવવા આદેશ આપ્યો છે. જો આ આદેશનું પાલન નહીં થાય તો જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલોમાં વિનામૂલ્યે દવાઓ આપવામાં આવે છે તો તબીબ દ્વારા દવાઓ ભારથી મંગાવાનું કારણ શું હોઈ શકે? સિવિલના તબીબો અને જન ઔષધિ કેન્દ્રના સંચાલકની સાંઠ ગાંઠ હશે? જે તપાસનો વિષય છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03