Festival: દિવાળીના તહેવારોને હવે ગણતરીના થોડા દિવસો જ બાકી છે, પરંતુ સતત બીજા વર્ષમાં પણ દિવાળી ક્યારે ઉજવવી તે અંગે ગૂંચવણ ઉભી થઈ છે. આ વખતે વારાણસી, ઉજ્જૈન, મથુરા, વૃંદાવન, નાથદ્વારા, દ્વારકા અને તિરુપતિમાં દિવાળી 31 ઓક્ટોબરે ઉજવવાની શક્યતા છે, જ્યારે અયોધ્યા અને રામેશ્વરમાં 1 નવેમ્બરે દિવાળી ઉજવાશે. આ કારણે જ્યોતિષાચાર્યો અને શાસ્ત્રવિદોમાં દિવાળી ક્યારે મનાવવી એ બાબતે મતભેદની સ્થિતિ સર્જાઈ છે.
Thank you for reading this post, don't forget to subscribe!ગત વર્ષે પણ પડતર દિવસના કારણે દિવાળી ક્યારે ઉજવવી તે અંગે દ્વિધા ઊભી થઈ હતી. હવે આ વર્ષે ફરી એકવાર આવી જ સ્થિતિ સર્જાઈ છે. અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના મતે, લોકો કોઈ ગૂંચવણમાં પડ્યા વિના 1 નવેમ્બરે જ દિવાળી ઉજવે. તેઓ કહે છે કે ઘણા લોકો અલગ-અલગ તિથિઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ અમારી ગણતરી મુજબ 1 નવેમ્બરે જ દિવાળી મનાવવામાં આવશે.
આ વર્ષે 31 ઓક્ટોબરે દિવાળી ઉજવવી શ્રેષ્ઠ રહેશે, કારણ કે લક્ષ્મી પૂજા માટે સાંજનો સમય જરૂરી ગણાય છે. 31 ઓક્ટોબરે સંધ્યાકાળે અમાસ હોય, એટલે આ જ દિવસે દિવાળી ઉજવવી યોગ્ય છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના મતે, 1 નવેમ્બરે દિવાળી નથી અને તેમની ગણતરી પ્રમાણે 31 ઓક્ટોબરે જ દિવાળી મનાવવી જોઈએ.
સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફારને કારણે કેટલાક સ્થાનોએ દિવાળી ઉજવવાની તારીખમાં થોડી ભિન્નતા છે. પરંતુ અમારી ત્યાં 31 ઓક્ટોબરે જ દિવાળી મનાવવી જોઈએ. 1 નવેમ્બરે પડતર દિવસ છે, જ્યારે 2 નવેમ્બર નૂતન વર્ષ અને 3 નવેમ્બર ભાઈ બીજ છે.
સતત બીજા વર્ષે દિવસે ગતિરોધ
દિવાળી બાદ પડતર દિવસની ઉજવણી સતત બીજા વર્ષ માટે સર્જાઈ છે. ભારતીય પંચાંગ મુજબ, ચંદ્રની કળાઓને 30 ભાગોમાં વિભાજિત કરવામાં આવી છે, જ્યારે હકીકતમાં ચંદ્ર આ 30 કળાઓને 30 દિવસ કરતા ઓછા સમયમાં પૂર્ણ કરે છે. તેથી દર મહિને પંચાંગમાં એક અથવા વધુ તિથિઓનું ક્ષય કે વૃદ્ધિ જોવા મળે છે.
પડતર દિવસે સૂર્યોદય સમયે હજુ પણ અમાસ જળવાઈ રહે છે, અને નવા વર્ષની પહેલી તિથિ શરૂ થઈ નથી. સ્થાનિક રીતે, કેટલાક વિસ્તારોમાં આ વધારાના દિવસને ગણવામાં લઈ નવું વર્ષ બીજા દિવસે ઉજવવામાં આવે છે, તો અન્ય વિસ્તારોમાં આ વધારાના દિવસને અવગણીને તેને જ નવા વર્ષની શરૂઆતનો દિવસ માનવામાં આવે છે.
તહેવારની ઉજવણીના દિવસો
- 29 ઓક્ટોબર (મંગળવાર) – ધનતેરસ
- 30 ઓક્ટોબર (બુધવાર) – કાળી ચૌદશ
- 31 ઓક્ટોબર (ગુરુવાર) – દિવાળી
- 1 નવેમ્બર (શુક્રવાર) – પડતર દિવસ
- 2 નવેમ્બર (શનિવાર) – બેસતું વર્ષ
- 3 નવેમ્બર (રવિવાર) – ભાઈ બીજ