વિસનગર પાલિકાની બજેટ સભામાં 2025-26 નું બજેટ રજુ કરવામાં આવ્યું
Thank you for reading this post, don't forget to subscribe!2024-25 માં 43.71 કરોડની આવક સામે 59.14 કરોડ ખર્ચો
બોલો છે ને વિકાસ…વિસનગરમાં ઠેર ઠેર ગટરોના વહેતા પાણી, ખાબડ ખૂબડ રસ્તાઓ, દરરોજ ઉભરાતી ગટરો, પીવાના પાણીની સમસ્યાઓ, ચોમાસામાં આખા વિસનગરમાં ભરાતા પાણી..ને છતાં પણ 59.14 કરોડ ખર્ચી નાખ્યા..
Visnagar Municipality: વિસનગર પાલિકાની સામાન્ય બજેટ સભા બુધવાર સાંજે 4:00 કલાકે પ્રમુખ ઉત્તમભાઇ પટેલની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં એજન્ડાના કામકાજ સાથે વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું. બજેટની વિગતો મુજબ, 01-04-2024ની ઉઘડતી સિલક ₹47.10 કરોડ હતી, જ્યારે વર્ષ 2024-25માં કુલ આવક ₹43.71 કરોડ અને ખર્ચ ₹59.14 કરોડ દર્શાવવામાં આવ્યો. 01-04-2025ની ઉઘડતી સિલક ₹31.66 કરોડ રહેશે, અને 2025-26 માટે અંદાજિત આવક ₹60 કરોડ અને ખર્ચ ₹83.97 કરોડ તરીકે રજૂ કરવામાં આવ્યો, જેનાથી ₹77.35 કરોડની પુરાંત દેખાઈ રહી છે.

આ બજેટમાં પાલિકા દ્વારા વસૂલાતા વેરાઓ અને સરકારી ગ્રાન્ટોને આવકના સ્ત્રોત તરીકે દાખવવામાં આવ્યા છે, જ્યારે ખર્ચમાં શહેરના રોડ, રસ્તા, પાણી, ગટરલાઇન અને અન્ય વિકાસકામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાન્ય સભા દરમિયાન વિપક્ષી નેતા શામળભાઇ દેસાઈએ બજેટની જોગવાઇઓ વિશે સ્પષ્ટીકરણ માંગ્યું હોવા છતાં, માત્ર પાંચ મિનિટમાં બેઠક પૂર્ણ કરી દેવામાં આવી.

ચાલો એક તો સારું થયું કે વિસનગર પાલિકા હવે “બ” વર્ગમાંથી “અ” વર્ગમાં સમાવેશ થઇ છે.. હવે વિસનગરની જનતાને આ નવા વર્ષમાં વિકાસ ખરેખર મળશે કે પછી કાગળ ઉપર જોઈએ…