Ahmedabad: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શનિવાર સવારે પાર્સલમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી. આ દુર્ઘટનામાં બે લોકોને ઇજા પહોંચી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. કુટુંબી ઝઘડાનો બદલો લેવા માટે ગૌરવ ગઢવી તથા અન્ય ત્રણ શખ્સ દ્રારા પાર્સલ મોકલાવી બ્લાસ્ટ કરવામાં આવ્યું હતું.
સાબરમતી વિસ્તારમાં શિવમ રો-હાઉસમાં એક પાર્સલમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો. જેમાં બાળક સહિત 4 લોકોને ઈજા થયાનો દાવો કરાઈ રહ્યા છે. બ્લાસ્ટ થતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે શનિવારે સવારે 3 શખ્સો રિક્ષામાં બેસીને સોસાયટીમાં આવ્યા હતા. જેમાંથી ગૌરવ ગઢવી નામનો શખ્સ નીચે ઉતર્યો હતો અને પાર્સલ લઈને ભોગ બનનાર બળદેવ સુખડિયાના ઘરે પહોંચ્યો હતો.
સ્થાનિક રહેતા લોકોનું કહેવું છે કે જયારે પાર્સલ આપવા આવેલા વ્યક્તિ સાથે અન્ય 2 શખ્સ દૂર રિક્ષામાં પાસે ઉભા હતા. પાર્સલ આપવાના અને દૂરથી રિમોર્ટ દબાવાયું હતું. જેમાંથી ખૂબ મોટો વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં કુલ 4 લોકોને સાથે 5 વર્ષના બાળકના પગમાં પણ ઈજા થઈ હતી.
પોલીસના મતે કુટુંબી ઝઘડાના કારણે, ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ પાર્સલ આપવા આવ્યો હતો. રૂપેણ બારોટ નામના વ્યક્તિએ બ્લાસ્ટ કરાવ્યો હતો. રૂપેણ બારોટના તેની પત્ની સાથે છૂટાછેડા થયા હતા અને જે મહિલા સાથે છુટાછેડા થયા હતા તે મહિલા બળદેવભાઈને ભાઈ માનતી હતી. છૂટાછેડાની અદાવત રાખીને રૂપેણ બારોટે બ્લાસ્ટ કરાવ્યો હતો. જેમાં ગૌરવ અને અન્ય બે લોકોને બ્લાસ્ટ કરવા મોકલ્યા હતા.
બળદેવ સુખડિયા પરિવારના કોઈએ પાર્સલ મંગાવ્યું ન હોવાથી તેને સ્વીકારવામાં આકસ્મિક હિચકિચાટ થયો હતો. તે સમયે રિક્ષામાં બેઠેલા શખ્સોએ રિમોટ દ્વારા પાર્સલ બ્લાસ્ટ કર્યો હોવાનો તટસ્થ તારણ મળ્યું છે. આ વિસ્ફોટમાં બળદેવ સુખડિયાના પિતા, કાકા અને 5 વર્ષના પિતરાઈ ભાઈ ઘાયલ થયા છે. પાર્સલ લાવનાર ગૌરવ ગઢવીને પણ ઈજા પહોંચી હતી.
બ્લાસ્ટ શનિવારે સવારે પોણા અગિયાર વાગ્યે થયો હતો, જેના પગલે પોલીસ દોડી ગઈ હતી. સાથે જ FSL અને બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બળદેવ સુખડિયાએ શરૂઆતમાં કોઈ દુશ્મની ન હોવાનો દાવો કર્યો હતો અને આતંકવાદી ષડ્યંત્રની શંકા વ્યક્ત કરી હતી. જોકે, ઉંડાણપૂર્વકની તપાસ બાદ જાણવા મળ્યું કે આ વિસ્ફોટ અંગત અદાવતના કારણે કરાયો હતો.