Gujarat: વિસનગર શહેરમાં ધોળે દહાડે એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. એમ.એન. કોલેજથી ITI ચોકડી તરફ જતા એક વૃદ્ધને અજાણ્યા બે શખ્સોએ હરિદ્વારનો પ્રસાદ ખાવા વિનંતી કરીને બેભાન કરી દીધા. આ દરમિયાન વૃદ્ધના ગળામાં પહેરેલા સોનાના દોરા, સોનાની વીંટી અને પેન્ટના ખિસ્સામાં રહેલા પર્સમાંથી 5 હજાર રોકડ સહિત કુલ 90 હજાર રૂપિયાની ચોરી કરીને શખ્સો ફરાર થઈ ગયા.
વિસનગરના કાંસા .N.A વિસ્તારમાં રહેતા હરેન્દ્રભાઈ મરોલિયા, મૂળ સુરત જિલ્લાના ઉધના વતની, તેમના પુત્ર સાથે શાકભાજી લેવા બજારમાં ગયા હતા. 6 જાન્યુઆરી, 2025ના રોજ બપોરે તેઓ M.N COLLEGE પાસેથી ITI ચોકડી તરફ જતા હતા ત્યારે તેમને ચક્કર આવતા સાઇડમાં થંભ્યા. તે સમયે અજાણ્યા શખ્સોએ હરિદ્વારનો પ્રસાદ ખાવાનું કહી એમને બેભાન કર્યા.
બેભાન થતાં શખ્સોએ હરેન્દ્રભાઈના ગળામાંથી સોનાનો દોરો અને વીંટી લઈ લીધી તથા ખિસ્સામાં રહેલું રોકડ પણ ચોરી લીધું. ચોરીની કુલ કિંમત લગભગ 90 હજાર રૂપિયા છે. હરેન્દ્રભાઈએ આ બનાવ અંગે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.