વિસનગરમાં ગેરકાયદેસર દબાણ સામેની કાર્યવાહી

Action against illegal pressure in Visnagar

Mehsana: વિસનગરમાં આઈ.ટી.આઈ ફાટક પર ઓવરબ્રિજના કામને કારણે વાહનો માટે ડાયવર્ઝન લાગુ કરાયું. શનિવારે હાઈવે બંધ થતાં મુખ્ય બજારમાં ટ્રાફિક જામ થયો. આ સમસ્યાને લઈ રવિવારે ધારાસભ્ય અને મંત્રી ઋષિકેશ પટેલે પોલીસ અને પાલિકાના અધિકારીઓ સાથે બેઠક કરી સમસ્યાના ઉકેલ માટે માર્ગદર્શન આપ્યું.

Thank you for reading this post, don't forget to subscribe!

વિસનગરમાં ઓવરબ્રિજ બંધ થયા પછી પ્રથમ દિવસે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા તંત્ર એક્શન મોડમાં આવ્યું. રાત્રે પાલિકા અને પોલીસની ટીમે જી.ડી. સર્કલથી ત્રણ દરવાજા ટાવર સુધી ગૌરવપથ પર દબાણ હટાવ્યા. શાકભાજી લારીઓ, પાથરણાવાળા અને દુકાનો બહારના બોર્ડ દૂર કર્યા. જરૂર જણાય ત્યાં જપ્તી કરી અને વેપારીઓને દબાણ ન કરવાના સૂચનો આપવામાં આવ્યા.

વિસનગરના તંત્રએ જી.ડી. સર્કલથી ત્રણ દરવાજા ટાવર સુધી ગૌરવપથ પર દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી. શાકભાજીની લારીઓ, પાથરણાવાળા, દુકાનોની બહારના બોર્ડ અને ગૌરવપથ પર રાખેલું સામાન દૂર કરવામાં આવ્યો છે.

પાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, પ્રમુખ ઉત્તમ પટેલ, અને પી.આઈ એ.એન.ગઢવી સહિતના અધિકારીઓ અને સ્ટાફે આ ઝુંબેશમાં ભાગ લીધો. વેપારીઓને સૂચના આપવામાં આવી કે તેઓ ટ્રાફિકને અસર ન કરે તેવી રીતે વેપાર કરે. કાયદાનું ઉલ્લંઘન કરનાર પર કડક કાર્યવાહી કરવામાં આવશે, અને આ ઝુંબેશ દરરોજ ચાલુ રહેશે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03