ઉંઝા નજીક લૂંટ અને હત્યાના ગુન્હામાં આરોપીઓની ધરપકડ

Accused arrested in robbery and murder case near Unjha

Mehsana: ઊંઝા નજીક બનેલી લૂંટ વિથ મર્ડર ની ઘટનાનું ગૂંચવાયેલું કોકડું ઉકેલાયું જેમાં સિદ્ધપુર નજીકથી ઇકો ગાડી ભાડે કરી ડ્રાઇવરની હત્યા કરી, જેમાં સિદ્ધપુરથી ભાડે લીધી ઇકો ગાડીના ડ્રાઇવરને હત્યા કરીને ગાડીની લૂંટ કરનાર બે આરોપીઓ પોલીસની કાબૂમાં આવ્યા છે. આ ગુના સાત દિવસ પહેલાં સિદ્ધપુરથી શરૂ થયો હતો, જ્યાં બે શખ્સો એ સ્વેટર વેચવાના બહાને ઇકો ચલાવનારને ગાડીમાં બેસાડ્યો અને તેને ઊંઝા તાલુકાના ટૂંડાવ ગામના નજીક અમુઢ ગામમાં લઈ જઈને તિક્ષણ હથિયારના ઘા મારીને રોડ પર ફેંકી દીધો હતો.

Thank you for reading this post, don't forget to subscribe!

ડ્રાઇવરનું સારવાર માટે આરંભ થયેલ, પરંતુ બે દિવસ બાદ તેનો મોત થઈ ગયો. પોલીસના તપાસમાં આરોપીઓ ઠાકોર વિપુલજી કપુરીજી અને ન્યાય નિલેષકુમાર પ્રવીણભાઈ મોહનભાઈ બંનેને પકડી લીધા છે. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અહેવાલ : કનકસિંહ રાજપુત, મહેસાણા

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03