Mehsana:ઉત્તરાયણના દિવસે વડનગરમાં ચાઈના દોરી વાગતાં યુવકનું મોત

વડબારના 35 વર્ષીય યુવકના ગળામાં ઘાતક દોરી વાગતા કરુણ મોત, ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

Thank you for reading this post, don't forget to subscribe!

મહેસાણા જિલ્લામાં કડી અને વડનગરમાં આજે ચાઈનીઝ દોરીએ બે યુવકોનો ભોગ લીધો

Mehsana: જિલ્લામાં ઉત્તરાયણની ઉજવણી વચ્ચે કડી બાદ વડનગરમાં એક દુખદ ઘટના સામે આવી છે. વડનગર તાલુકાના વડબાર ગામના 35 વર્ષીય માનસાજી રગુંજી ઠાકોરનું ઘાતક દોરી વાગવાથી કરુણ મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ, માનસાજી પોતાના બાઈક પર વડનગર કામ અર્થે ગયા હતા. બપોરે કામ પૂરું કરી ઘરે પરત ફરતી વખતે ગામમાં જ તેમના ગળાના ભાગે અચાનક ઘાતક દોરી વાગી હતી. ગળાના ભાગે ગંભીર ઈજાઓ સાથે તેમને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

ગામમાંથી મળતી માહિતી પ્રમાણે, મૃતક માનસાજી બાઈક પર સવાર હતા અને જયારે તેઓ ઘર નજીક પહોંચ્યા ત્યારે ઘાતક દોરી તેમના ગાળાના ભાગે વીંટાઈ જતા ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.તાત્કાલિક સારવાર અર્થે વડનગર પહોંચાડ્યા પરંતુ સારવાર વચ્ચે જ મૃતકે દમ તોડ્યો હતો.આ દુર્ઘટનાથી સમગ્ર પરિવાર અને વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

આ ઘટના ઉત્તરાયણ દરમિયાન દોરીથી થતી દુર્ઘટનાઓની ગંભીરતા દર્શાવે છે. તહેવારની ઉજવણી વચ્ચે આવી દુખદ ઘટનાઓ ન બને તે માટે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં તેનો ઉપયોગ થતો હોવાથી કોઈક અંશે વહીવટીતંત્ર પણ જવાબદાર છે.ચાઈનીઝ દોરી બાબતે લોકોમાં જાગૃતતા લાવવી જરૂરી છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03