કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા પ્રેમપૂર્વક નેતૃત્વ કરવાની તાલીમ શિબિર યોજાઈ

A training camp on loving leadership was conducted by Kadi Sarva University

Kadi Sarva University: કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા ૯૧મો પાંચ દિવસીય સર્વનેતૃત્વ કાર્યક્રમ તા.૨૯ ઓગસ્ટ થી ૦૨ સપ્ટેમ્બર ,૨૦૨૪ દરમિયાન સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી ખાતે યોજાઈ ગયો જેમાં સર્વ વિદ્યાલયની વિવિધ ૧૫ કોલેજના કુલ ૬૬ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Thank you for reading this post, don't forget to subscribe!

આજનો યુવાન શિક્ષણની સાથે સમજદાર, જવાબદાર, સંવેદનશિલ, ચારિત્ર્યવાન બની અન્ય ને ઉપયોગી થાય તે ભાવ કેળવવાના ઉદ્દેશ્યથી ૨૦૦૯થી સર્વ નેતૃત્વ કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રેસિડેન્ટશ્રી વલ્લભભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઢળ આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમના પહેલા દિવસે ડો. ધર્મેન્દ્ર પટેલ દ્વારા સંસ્થા વતી તમામ તાલીમાર્થીઓનુ સ્વાગત અને પરિચય કરાયો હતો.

ત્યારબાદ સ્વ-નેતૃત્વ થી શરૂ કરી સર્વ ના નેતૃત્વના પાઠ શીખવવા અલગ અલગ પ્રવૃત્તિ જેવી કે યોગાસન, ફિલ્મ, પ્રેઝન્ટેશન, જૂથ સંવાદ, ટેલેન્ટ એક્ષપ્રેશન અને વિવિધ રમતો થકી ટાઈમ મેનેજમેન્ટ, લીડરશીપ, ઇવેન્ટ મેનેજમેન્ટ અને ટીમ વર્કિંગની ક્ષમતાને બહાર લાવવા માટેની તાલીમ ઉમા તેરૈયા અને દીપક તેરૈયા દ્વારા અપાઈ હતી. પાંચ દિવસની તાલીમ શિબિરમાં તાલીમાર્થીઓ મોબાઇલ થી દુર રહી તાલીમ મેળવી હતી.

યુવાનો સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજે તે આશયથી કાર્યક્રમના છેલ્લા દિવસે બધા તાલીમાર્થીઓને દિવ્યાંગ બાળકોના ઉત્કર્ષ માટે કાર્યરત “સદવિચાર પરિવાર વિકલાંગ પુનર્વાસ કેન્દ્ર” ઉવારસદ સંસ્થાની મુલાકાત કરાવાઈ હતી જ્યાં ભરતભાઈ પ્રજાપતિ દ્વારા સંસ્થાની વિસ્તૃત માહિતી આપી હતી.

શિબિરના સમાપન સત્રમાં કડી ખાતે સર્વ વિદ્યાલય હોસ્ટેલના ગૃહપતિ વિષ્ણુભાઈ પટેલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શિબિરની તમામ વ્યવસ્થા અને સફળ આયોજન માટે પૂર્વતાલીમાર્થી જોયલ શાહ, ધૃવિલ ગોસ્વામી, યુવરાજ વિહોલ, અંસોયા દેસાઈ, અને ઊર્મિ પ્રજાપતિ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવાવમાં આવી હતી.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03