SSC RESULTS: ધોરણ 10ના પરિણામમાં મહેસાણા જિલ્લાનું કાંસા કેન્દ્ર 99.11% ઉત્કૃષ્ટ પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો છે. આર.જે. પટેલ શાળા કેન્દ્રે રાજ્યમાં શ્રેષ્ઠ પરિણામ નોંધાવ્યું છે.
Thank you for reading this post, don't forget to subscribe!ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિસનગર તાલુકામાં કુલ 3328 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 3259 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી 2911 વિદ્યાર્થીઓ સફળતા પૂર્વક પાસ થયા છે.
તાલુકાના વિવિધ પરીક્ષા કેન્દ્રોના પરિણામ પર નજર કરીએ તો, વિસનગર કેન્દ્રમાં 86.50% પરિણામ નોંધાયું છે, જે ગયા વર્ષની સરખામણીમાં 3.95% વધારે છે. વાલમ કેન્દ્રમાં 85.51% પરિણામ આવ્યું છે, જે પછલા વર્ષ કરતાં 5.64% વધુ છે. ગોઠવા કેન્દ્રે 90.84% પરિણામ સાથે નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે, જે ગયા વર્ષ કરતાં 2.57% ઉંચું છે.

કાંસા કેન્દ્રએ સમગ્ર જિલ્લામાં સર્વોચ્ચ 99.11% પરિણામ હાંસલ કર્યું છે, જ્યારે ઉમતા કેન્દ્રનું પરિણામ 93.01% રહ્યું છે. અભ્યાસી દ્વારા પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ વિસનગર કેન્દ્રમાં 1667માંથી 1442, વાલમમાં 283માંથી 242, ગોઠવામાં 513માંથી 466, કાંસામાં 338માંથી 335 અને ઉમતા કેન્દ્રમાં 458માંથી 426 વિદ્યાર્થીઓ સફળ થયા છે.
કાંસા કેન્દ્રનો રાજયમાં ટોપ રિઝલ્ટ: નૂતન વિદ્યાલયના માહિ પટેલની પ્રથમ ક્રમમાં ઝળહળતી સફળતા
વિસનગર તાલુકામાં યોજાયેલી પરીક્ષામાં કુલ 3,328 વિદ્યાર્થીઓમાંથી 3,259 વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી, જેમાંથી 2,911 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉતીર્ણ થયા હતા. તાલુકાના વિવિધ પરીક્ષા કેન્દ્રોમાંથી કાંસા કેન્દ્રએ 99.11% ઉંચા પરિણામ સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે, જે સમગ્ર તાલુકા માટે ગૌરવની વાત છે. ખાસ કરીને, નૂતન કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી રજો પટેલ નૂતન સર્વ વિદ્યાલય, કાંસા ના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.
વિદ્યાલયના પટેલ માહિ ચિરાગકુમારે 99.77 પીઆર પ્રાપ્ત કરી પ્રથમ સ્થાન મેળવતા સમગ્ર શાળામાં આનંદનું માહોલ છવાઈ ગયો હતો. આ પ્રસંગે કેળવણી મંડળના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ, ટ્રસ્ટીઓ, ગામના આગેવાનશ્રી જસુભાઈ પટેલ, રાજકીય અને સામાજિક આગેવાનો તથા સરપંચ શ્રી અશોકભાઈ પટેલની ઉપસ્થિતિમાં શાળાના આચાર્યશ્રી શ્રી જે.કે. પટેલ, સમગ્ર શિક્ષકમંડળ અને વિજયી વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અર્પણ કરીને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા.