ચંડોળામાં સૌથી મોટું ડિમોલિશન, હાઈકોર્ટ સુધી મામલો પહોંચ્યો

Biggest demolition in Chandola, matter reaches High Court

1 Min Read

Gujarat: અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા તળાવ વિસ્તારમાં શરૂ થઈ છે. AMC અને પોલીસ દ્વારા 50 જેટલી JCB મશીન સાથે ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે. ચંડોળાને ‘મિની બાંગ્લાદેશ’ તરીકે ઓળખાતું હોય તેવા આ વિસ્તારને લઈને હવે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજદારોએ દાવો કર્યો છે કે આ વસાહતના રહેવાસીઓ બાંગ્લાદેશી હોવાનું પુરાવા વગર ઘર તોડવામાં આવી રહ્યાં છે અને તેમને ન તો નોટિસ આપવામાં આવી છે, ન તો પુનર્વસનની વ્યવસ્થા છે.

Thank you for reading this post, don't forget to subscribe!

હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી શરૂ થઈ છે, જ્યારે પોલીસે મીડિયા પ્રવેશ પર પણ રોક લગાવી છે. ચંડોળા તળાવ બે ભાગમાં વહેંચાયેલું છે – છોટા અને બડા ચંડોળા તળાવ. હાલની કાર્યવાહી છોટા ચંડોળા તળાવ વિસ્તારમાં થઈ રહી છે, જ્યાં ભૂમાફિયા લલ્લા બિહારીએ ગેરકાયદેસર કબજો કર્યો હતો. આ વિસ્તાર અપરાધિક પ્રવૃત્તિઓ માટે પણ ઓળખાતો રહ્યો છે. ક્યારેક ઐતિહાસિક દાંડી કૂચ દરમિયાન ગાંધીજી અહીં રોકાયા હતા, આજે એ જ વિસ્તાર ગેરકાયદે વસાહતો અને જૂથીય તણાવના કેન્દ્ર તરીકે પરિચિત થઈ રહ્યો છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03