Education: આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરના પૂર્વ પ્રાથમિક વિભાગમાં મહેંદી અને રંગોળી સ્પર્ધા યોજાઈ, શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરના પૂર્વ પ્રાથમિક વિભાગમાં તા. 04-03-2025 ના રોજ મહેંદી અને રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ધોરણ 4 અને 5 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને કેળવણી મંડળના હોદ્દેદારશ્રી ખુમજીભાઈ ચૌધરી અને નારાયણભાઈ ચૌધરીના હસ્તે ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
Thank you for reading this post, don't forget to subscribe!સમગ્ર સ્પર્ધાનું માર્ગદર્શન શિક્ષિકા એકતાબેન ચૌધરીએ પુરૂં પાડ્યું, જ્યારે પૂર્વ પ્રાથમિક વિભાગના આચાર્યા શ્રીમતિ શાન્તાબેન ચૌધરીએ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને સુંદર આયોજન કરનાર સ્ટાફમિત્રોને અભિનંદન પાઠવ્યા.