સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને L&T EduTech વચ્ચે ઐતિહાસિક કરાર

2000 થી વધુ વિદ્યાર્થીઓને મળશે વિનામૂલ્યે LearnKonnect પ્રોગ્રામનો લાભ મળશે જેમાં 1250 અભ્યાસક્રમો ઉપલબ્ધ હશે

Thank you for reading this post, don't forget to subscribe!

EDUCATION: સાંકળચંદ પટેલ યુનિવર્સિટી (SPU) અને L&T EduTech એ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યાવસાયિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. SPU એ ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી છે જેણે L&T EduTech સાથે LearnKonnect પ્રોગ્રામ હેઠળ કરાર કર્યા છે.

આ કરાર હેઠળ, યુનિવર્સિટી 2000 થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અભ્યાસક્રમ પ્રદાન કરશે, જેનો તમામ ખર્ચ યુનિવર્સિટી દ્વારા ઉઠાવવામાં આવશે. LearnKonnect પ્રોગ્રામમાં એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને કોમ્યુનિકેશન સ્કિલ્સના 1250 જેટલા અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. આ પ્રમાણપત્ર વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં મદદ કરશે.

SPU ના પ્રમુખ શ્રી પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે આ MoU ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચેનું અંતર ઘટાડશે. L&T EduTech ના શ્રી સંજીવ શર્માએ LearnKonnect પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ પર ભાર મૂક્યો હતો, જ્યારે શ્રીમતી અનુએ સતત અપસ્કિલિંગની તકો વિશે વાત કરી હતી.

પ્રોવોસ્ટ ડો. પ્રફુલકુમાર ઉદાણીએ જણાવ્યું હતું કે આ ભાગીદારી ડિજિટલ શિક્ષણ અને ઉદ્યોગ સંબંધિત જ્ઞાનનું સંકલન કરશે. કાર્યક્રમમાં ડાયરેક્ટર ડો. એચ.એન. શાહ સહિત બંને સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડો. કિરીટ મોદી અને ડો. જીતેન્દ્ર શર્માએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે પ્રોગ્રામનું સંકલન ડો. મલય ભટ્ટ સંભાળશે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03