મહેસાણા જિલ્લામાં 16 ફેબ્રુઆરી ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી

Local Swaraj elections in Mehsana district on February 16

Mehsana Politics: મહેસાણા જિલ્લામાં આગામી 16 ફેબ્રુઆરી 2025 ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, જેમાં કુલ 1,20,751 મતદારો પોતાનો મતાધિકાર પ્રયોગ કરશે. આમાં 61,642 પુરુષ, 59,087 મહિલા અને 2 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. મતદાન માટે 68 કેન્દ્રો પર 127 મતદાન મથકો ગોઠવાયા છે, જ્યાં 664 પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે.

Thank you for reading this post, don't forget to subscribe!

આ ચૂંટણીમાં ખેરાલુ અને વડનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ઉપરાંત મહેસાણા જિલ્લા પંચાયતની મલેકપુર બેઠક અને વિવિધ તાલુકા પંચાયતોની ખાલી પડેલી બેઠકો માટે પણ મતદાન યોજાશે. તેમાં ખેરાલુ તાલુકા પંચાયતની ત્રણ, વડનગર, વિજાપુર, જોટાણા અને કડી તાલુકા પંચાયતની બેઠકોનો સમાવેશ થાય છે.

વડનગર નગરપાલિકાની 28 બેઠકોમાંથી 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. વોર્ડ નંબર 2 માં 2 મહિલા, વોર્ડ 5 માં 1 મહિલા અને વોર્ડ 7 માં 2 મહિલા અને 1 પુરુષ ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ખેરાલુ નગરપાલિકાની 24 બેઠકો માટે 5 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી છે. વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના 3 અને AAP તથા અપક્ષના 1-1 ઉમેદવાર ઉમેદવારી પાછી ખેંચતા, ભાજપના 3 ઉમેદવારો બિનહરીફ વિજેતા બનવાની શક્યતા છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03