Mehsana: વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સોમવારે રોટરી હોલ ખાતે મહેસાણા અને ગાંધીનગર જિલ્લાની 127 શાળાના કન્ઝ્યુમર ક્લબ્સના સંચાલકો માટે એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ, જિલ્લા ગ્રાહક સુરક્ષા અધિકારી R.D. પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Thank you for reading this post, don't forget to subscribe!સેમિનારમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલે ગ્રાહકોને થતા અન્યાય સામે અવાજ ઉઠાવવા અને નિર્ભયપણે આગળ આવવા હાંકલ કરી હતી. તેમણે બજારમાં થતી છેતરપિંડી અંગે માહિતી આપી હતી અને સોના-ચાંદી તેમજ ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.
જિલ્લા ગ્રાહક સુરક્ષા અધિકારી R.D. પટેલે ગ્રાહક સુરક્ષા કાયદા વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને મંડળની કામગીરીથી સૌને વાકેફ કર્યા હતા. કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 10 શાળાના કન્ઝ્યુમર ક્લબ્સને સન્માનિત કરવામાં આવ્યા હતા. સરકારની ગ્રાન્ટ હેઠળ તમામ 127 શાળાના કન્ઝ્યુમર ક્લબ્સને 4,000 રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા, જે ગ્રાહક જાગૃતિના કાર્યક્રમો માટે ઉપયોગી બનશે.