મહેસાણા જિલ્લાના નવા કલેક્ટર તરીકે એસ.કે. પ્રજાપતિની નિમણૂક

GUJARAT GOVERMENT: મહેસાણા જિલ્લાના કલેક્ટર એમ. નાગરાજનને સેક્રેટરી કેડરના પ્રમોશન મળતાં, ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ રોડ કોર્પોરેશન (GSRTC ) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. એમ. નાગરાજનના પ્રમોશનને અનુસરીને, કચ્છ ભુજના જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિને મહેસાણા જિલ્લાના નવા કલેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે.

Thank you for reading this post, don't forget to subscribe!

કલેક્ટર એમ. નાગરાજનનું મહેસાણા જિલ્લામાં કાર્યકાળ ખૂબ જ સફળ રહ્યો હતો. તેમણે સ્ટાર્ટઅપ મિશન અંતર્ગત સમગ્ર રાજ્યમાં નોંધપાત્ર કામગીરી કરી હતી. તેમના દ્રારા વિવિધ પ્રોજેક્ટ્સમાં આગવી કામગીરીને કારણે મહેસાણા જિલ્લાને નવી ઉંચાઈઓએ પહોંચાડવામાં આવ્યા હતા.

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા એમ. નાગરાજનને રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ તેમને તેમના ઉત્કૃષ્ટ આયોજન અને યોગ્ય સંચાલન માટે આપવામાં આવ્યો હતો.

હવે મહેસાણા જિલ્લાના નવા કલેક્ટર તરીકે એસ.કે. પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી છે. તેમની અગાઉની કામગીરી અને અનુભવોને ધ્યાનમાં લેતા, મહેસાણા જિલ્લાને તેમના નેતૃત્વ હેઠળ વધુ પ્રગતિ અને વિકાસ મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03