Mehsana: મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીને નાગલપુર શબરી વિદ્યાલય નજીક સર્વે નંબર 595 કે જે રેવન્યુ રેક્ડે ગૌચર છે ત્યાં સ્થાનંતરીત કરવાની ચર્ચાએ શહેરભરમાં જોર પડકયું છે. તેવામાં કલેકટર કચેરીને નાગલપુર વિસ્તારમાં ખસેડવાની ચર્ચા તંત્રમાં ચાલી રહી છે જે મહેસાણા શહેરની મધ્યમાં આવેલી હોઈ જે કચેરીઓને મહેસાણા શહેર માંથી છેક શહેર બહારના વિસ્તારમાં ખસેડવામાં આવે તો જિલ્લા વાસીઓને આવવા જવામાં ખૂબ જ તકલીફ પડે અને દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી જવાની શક્યતા હોઈ મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર આપી સ્થળ બદલીના મુદ્દે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
Thank you for reading this post, don't forget to subscribe!જ્યારે બીજી તરફ જોવા જઈએ તો કોંગ્રેસ સમિતિ દ્વારા બીજું આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું જેમાં તાજેતરમાં બનેલી દારૂના બુટલેગર દ્વારા ખૂની હુમલા અને સરકારી જમીન પર દબાણના સંદર્ભે અમરપરા તેમજ તાવડીયા રોડ ઉપર દબાણ કરી ગેરકાયદેસર દારૂ તેમજ અન્ય નશાકારક ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોઈ જે કામગીરી પદૂષણ પરા વિસ્તારમાં કરવામાં આવેલ છે તેવી કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે અને દારૂ તેમજ નશાકારક ચીજવસ્તુઓ સહિત દબાણ હટાવવાની સક્રિય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
જે ઉપરોક્ત બન્નેય બાબતોના અનુસંધાને મહેસાણા જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જિલ્લા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન આપવા માટે યોજાયેલ રેલીમાં જિલ્લા પ્રમુખ હસમુખભાઈ ચૌધરી સહિત શહેર પ્રમુખ જયદીપસિંહ ડાભી, ઘનશ્યામસિંહ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ: કનકસિંહ રાજપૂત