Mehsana: આજથી પોલીસ લોકરક્ષક દળની ભરતીની પ્રક્રિયા અન્વયે મહેસાણાના પોલીસ હેડ ક્વાર્ટરમાં શારીરિક કસોટી યોજાઈ, જેમાં સેંકડો યુવાનો જોડાયા હતા. આજ રોજ, શારીરિક પરીક્ષા માટે 700 ઉમેદવારોમાંથી 200 યુવાનો એક બેચમાં દોડ માટે મેદાનમાં ઊતરી રહ્યા હતા. 385 મીટરના રનિંગ ટ્રેક પર 13 રાઉન્ડ પૂરા કરીને દોડ પૂર્ણ કરવામાં આવી. સવારે 4 વાગ્યાથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આ કાર્યક્રમ માટે ઉપસ્થિત રહ્યા હતા.
Thank you for reading this post, don't forget to subscribe!ભરતી પ્રક્રિયા દરમિયાન મહેસાણાના પોલીસ હેડ ક્વાર્ટરના મેદાનની આસપાસ કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. કોઈપણ વ્યક્તિને મેદાનમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમજ ડિજિટલ ઉપકરણો લાવવાને પણ મનાઈ છે. પરીક્ષાના સ્થળે સંપૂર્ણ શિસ્ત જાળવવામાં આવી રહી છે.
ઉમેદવારોના અનુભવો:
પાટણથી આવેલા 22 વર્ષીય ઉમેદવાર ગોહિલ અભય દિલીપભાઈએ જણાવ્યા અનુસાર, મેદાન નાનું હોવાથી 400 મીટરના 12 રાઉન્ડના બદલે 13 રાઉન્ડ કરાવવા આવ્યા હતા. તેણે ઉમેર્યું કે 50% ઉમેદવારો રનિંગમાં ફેલ થયા હતા. જેમાંથી 700 ઉમેદવારોની અપેક્ષા રાખવામાં આવી હતી, પણ માત્ર 300થી વધુ ઉમેદવારો શારીરિક કસોટીમાં ભાગ લઈ રહ્યા છે.
મેદાન અને સુવિધાઓ સારી હોવા છતાં, ઉમેદવારોની સંખ્યા અને ગોઠવણ અંગે કેટલાક પ્રશ્નો ઉભા થયા છે. આ પરીક્ષા દરમિયાન એક રાઉન્ડમાં 200 ઉમેદવારોને દોડાવવામાં આવ્યા, પરંતુ સંખ્યા ઓછી જોવા મળી. આ કસોટી પોલીસ ભરતીની મહત્વપૂર્ણ પડકારમય પ્રક્રિયાનો ભાગ છે, જે યુવાનોને લોકરક્ષક દળમાં જોડાવાનું એક સુંદર મંચ આપે છે.