Mehsana: રેન્જ I.G વિરેન્દ્ર સિંહ યાદવે મહેસાણા જિલ્લા પોલીસ કચેરીની મુલાકાત કરીને ઇન્સ્પેકશન કર્યું. મહેસાણા જિલ્લા પોલીસ વડા સહિત તમામ પોલીસ સ્ટેશનના P.I. P.S.I સહિત પોલીસ કર્મીઓ હાજર રહ્યા
Thank you for reading this post, don't forget to subscribe!મહેસાણા પોલીસ હેડ કવોટર ખાતે I.G.P વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન ની તપાસ અર્થે મહેસાણા આવ્યા હતા જ્યાં પોલીસ વિભાગમાં ઇસ્પેકશન ની તપાસનું કાર્ય પૂરું કરી પત્રકારો સાથે શુભેચ્છા મુલાકાત અને પત્રકાર પરિષદ યોજી હતી.
જેમાં મહેસાણા જિલ્લાના અને મહેસાણા શહેરના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ ઉપર ચર્ચા કરી તેનો યોગ્ય નિવારણ લાવવા અને પગલાં ભરવા પોલીસ અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું છે. મહેસાણા ના સ્થાનિક ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિત અને જિલ્લાના વિવિધ ધારાસભ્ય I.G.P વિરેન્દ્રસિંહ યાદવ સાથે બેઠક યોજીને રજૂઆતો કરી હતી.
અહેવાલ: કનકસિંહ રાજપૂત, મહેસાણા