કરશન પટેલના પાટીદાર આંદોલનના નિવેદન પર લાલજી પટેલનો આડકતરો પ્રહાર

Lalji Patel's indirect attack on Karshan Patel's statement on Patidar movement

Mehsana: બેતાલીસ લેઉઆ પાટીદાર સમાજ સેવા મંડળના ઈનામ વિતરણ સમારોહમાં કરશન પટેલના આડકતરા પ્રહારો નિરમા કંપનીના સ્થાપક કરશન પટેલે પાટીદાર અનામત આંદોલન અંગે આડકતરા પ્રહારો કર્યા, જેને કારણે સમાજ અને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કરશન પટેલે નિવેદનમાં જણાવ્યું હતું કે, “પાટીદાર અનામત આંદોલન આનંદીબેન પટેલને હટાવવાનું ષડયંત્ર હતું. લેઉઆ પાટીદારની દીકરી મુખ્યમંત્રી હતી, પણ આંદોલન કરનારાઓએ રાજકીય રોટલા શેક્યા છે.”

Thank you for reading this post, don't forget to subscribe!

કરશન પટેલના આ નિવેદન પર પાટીદાર આંદોલનના નેતા લાલજી પટેલે પ્રત્યુત્તર આપતા કહ્યું કે, “કરશન પટેલ સમાજના વડીલ છે. એમને એવું લાગ્યું હશે કે આંદોલનમાં કેટલાક લોકો રાજકીય લાભ મેળવવા આગળ આવ્યા. એ વાત કદાચ સાચી હોય, પણ આંદોલનના અનેક ફાયદા પણ થયા છે.”

લાલજી પટેલે વધુમાં જણાવ્યું કે, “અમારા માટે આંદોલન એક દુખદ પ્રસંગ પણ હતું, કારણ કે 14 દીકરાઓ શહીદ થયા. ઘણા આંદોલનકારીઓને લડતા લડતા જેલમાં જવું પડ્યું, ખોટા કેસ થયા અને આજેય કેટલાક લોકો પર કેસ ચાલી રહ્યા છે. જો 2017માં આનંદીબેનના કાર્યકાળ દરમિયાન 10 ટકા EWS (આર્થિક નબળા વર્ગ અનામત) જાહેર કરવામાં આવ્યું હોત, તો આ આંદોલન ટળી શકે તેમ હતું.”

EWS અનામત અંગે લાલજી પટેલનું નિવેદન

“2019માં કેન્દ્ર સરકારે EWS અનામત આપ્યું અને 1 હજાર કરોડની યોજના અમલમાં આવી. આ યોજનાથી ગરીબ પાટીદાર દીકરાઓને નોકરીઓ મળવા લાગી, જે એક મહત્વપૂર્ણ ફાયદો છે. જો આ પગલાં 2017માં લેવાયા હોત, તો કેટલાય આંદોલનકારીઓ જેલમાં ન ગયા હોત અને તેમના જીવનમાં ન્યાય થતો,” લાલજી પટેલે ઉમેર્યું. આ પ્રત્યુત્તરથી પાટીદાર સમાજમાં ચાલી રહેલી ચર્ચાઓ વધુ ગરમાય છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03