સુનિતા વિલિયમ્સ તેના ક્રૂ મેમ્બર્સ સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરી

Sunita Williams Celebrates Christmas with Her Crew Members

World: NASAની જાણીતી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ હાલમાં આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનમાં છે. ત્યાં તેમણે અને તેમના ક્રૂ મેમ્બર્સે ક્રિસમસની ઉજવણી કરી છે. અવકાશમાં હોવા છતાં, તેમણે પૃથ્વી પરના લોકોની જેમ જ આ તહેવાર ઊજવ્યો, જેનો નાસાએ એક વીડિયો શેર કર્યો છે. એક તરફ, સુનિતા અને તેના સાથીદારો ISSના કોલંબસ લેબોરેટરી મોડ્યુલમાં સાન્ટા ટોપી પહેરીને લોકોને ક્રિસમસ અને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા જોવા મળે છે. જ્યારે બીજી તરફ, આ ઘટનાને લઈને મોટો વિવાદ સર્જાયો છે.

Thank you for reading this post, don't forget to subscribe!

સોશિયલ મીડિયા પર શંકા અને કાવતરાનો દાવો

સુનીતા અને બૂચના ક્રિસમસ સેલિબ્રેશનનો વીડિયો સામે આવ્યા પછી લોકો સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવવા લાગ્યા. કેટલાક યુઝર્સે પૂછ્યું, “શું તેઓ સાન્ટા ટોપી અને ક્રિસમસ ડેકોરેશન માટેનો સામાન અવકાશમાં સાથે લઈ ગયા હતા, કે તેઓએ આ ત્યાં જ તૈયાર કર્યું?” એક અન્ય વ્યક્તિએ ટિપ્પણી કરી, “શું આ એજ લોકો છે કે જૂનમાં માત્ર આઠ દિવસ માટે ગયા હતા?” વળી, કેટલાક યુઝર્સે આ ઘટનાને “મોટું કાવતરું” ગણાવી દાવો કર્યો કે તમામ ફોટો અને વીડિયો એક સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવ્યા છે.

આ બાબતે નાસાએ આપ્યો સ્પષ્ટ જવાબ

NASAએ આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, “ISS પર તાજેતરમાં મોકલાયેલા સામાનમાં ક્રિસમસ ડેકોરેશન, વિશેષ ગિફ્ટ અને તહેવારના અવસર પર ભોજન મોકલવામાં આવ્યું હતું. આ ડિલિવરી નવેમ્બરના અંતે SpaceX દ્વારા કરવામાં આવી હતી.”

ISS પર હાજર સાત અવકાશયાત્રીઓ અને કોસ્મોનોટ્સને મોકલવામાં આવેલા પેકેજોમાં હેમ, ટર્કી, શાકભાજી, પાઈ અને કૂકીઝ જેવા સ્વાદિષ્ટ ભોજનનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, સાંતા હેટ અને નાનું ક્રિસમસ ટ્રી પણ મોકલવામાં આવ્યું હતું. NASAએ આ ક્રિસમસ સેલિબ્રેશનનો વીડિયો ઓનલાઇન શેર કર્યો છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03