ઊંઝા APMCમાં 14 બેઠકો માટે 36 ઉમેદવારો મેદાને

36 candidates in fray for 14 seats in Unjha APMC

Mehsana: ઉંઝા APMCની ચૂંટણીમાં ભાજપના બે જૂથો વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે. ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથો વચ્ચે સીધી ટકરાવ છે. ભાજપે તેમની પસંદગી દર્શાવતાં મેન્ડેટ આપ્યા છે, છતાં ચૂંટણીમાં ચિંતાઓ અને અનિશ્ચિતતાઓ બાકી રહી છે. ભાજપના મહામંત્રી જ આડા ફાટ્યા, નારાયણ લલ્લુના પૌત્ર, MLA કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથ વચ્ચે જંગ થઈ રહી છે.

Thank you for reading this post, don't forget to subscribe!

ઊંઝા APMC ચૂંટણીને લઈને આજે APMC સંકુલ ખાતે 14 બેઠકો જે પૈકી ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની ચાર બેઠકો માટે સવારે 9:00 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું. જેને લઇ વહીવટી તંત્ર દ્વારા પૂરી તૈયારીઓ કરાઈ છે શાંતિપૂર્વક માહોલમાં ચૂંટણી સંપર્ક થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત APMC સંકુલ ખાતે ગોઠવાયો છે ઊંઝા APMC ની ચૂંટણીને લઈને આજે એપીએમસી સંકુલ ખાતે લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા.

આજે મહેસાણામાં ઊંઝા APMCની ચૂંટણી ચાલી રહી છે, જ્યાં ભાજપના બે જૂથો ધારીયું છે. ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથો વચ્ચે ચૂંટણીમાં સ્પર્ધા થઈ રહી છે. ચૂંટણીમાં વિભાજન થવાની શક્યતા પણ વધતી જણાઈ રહી છે, જેના પરિણામે ક્રોસ વોટિંગની સંભાવના પણ છે.

  • ખેડૂત વિભાગના 261 મતદારો અને વેપારી વિભાગના 805 મતદારો આજે મતદાન મતદાન કર્યું હતું.
  • 14 બેઠકો માટે 1066 મતદારો મતદાન કર્યું હતું.
  • 3 બુથમાં 20 અધિકારો ચૂંટણીમાં ઉપસ્થિત રહ્યા હતા.
  • 3 પીઆઇ સહિત પોલીસ કર્મીઓ ફરજ ઉપર હાજર રહ્યા હતા.

3 PI,7 PSI અને 71 પોલીસ સહિતનો કાફલો APMC સંકુલ માં જોવા મળ્યો હતો. આ ચૂંટણીના પરિણામોની ગણતરી આવતીકાલે કરવામાં આવશે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03