મહેસાણા ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથધરી, ઊંઝામાં નકલી વરિયાળી જથ્થો જપ્ત કર્યો

Mehsana Food Department conducts investigation, seizes fake fennel in Unjha

Mehsana: ઊંઝા ખાલે આવેલ પેઢીમાં ગુરૂવારે મહેસાણા ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન કીર્તિ ટ્રેડિંગ નામની પેઢીમાં નકલી વરિયાળીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. તપાસમાં ખુલાસો થયો કે પેઢી દ્વારા વરિયાળીને લીલો રંગ ચડાવી વેચાણ કરવામાં આવતું હતું. જિલ્લા ફૂડ અધિકારીના જણાવ્યા મુજબ, નકલી વરિયાળી વેચાણમાં સંકળાયેલી પેઢી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Thank you for reading this post, don't forget to subscribe!

ફૂડ ખાતાની ટીમને મળેલી બાતમીના આધારે, ટીમે ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતાં. દરોડા દરમિયાન જાણવા મળ્યું કે, ભૂખરી વરિયાળી પર લીલો રંગ ચઢાવી આકર્ષક બનાવવામાં આવતી હતી. ફૂડ ઇન્સ્પેક્ટર જે. જે પ્રજાપતિ દ્વારા વરિયાળી અને લીલા રંગના નમૂના લઈ અંદાજિત 1.27 લાખનો 1955 કિલો વજનનો જથ્થો ઝડપી લીધો હતો. આ તમામ જથ્થો માનવ આરોગ્ય માટે જોખમી હોવાથી તેને સ્થળ પર જ સીઝ કરી દેવામાં આવ્યો હતો.

મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર દ્વારા જીરૂ અને વરિયાળીની ફેક્ટરીઓમાં ભેળસેળ અટકાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા હતા. આરોગ્ય સાથે ચેડાં કરતી પેઢીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે સ્થાનિક સ્તરે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી.આ ટાસ્ક ફોર્સના કેટલાક ખાતરખાઉ કર્મચારીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં નિષ્ક્રિય બનતા, ગેરરીત ફેક્ટરીઓ પર દરોડા પાડવામાં નિષ્ફળ રહ્યા હતા.

હદ તો ત્યારે થઈ, જ્યારે ફૂડ તંત્રના જિલ્લા અધિકારીના સૂચનો અને આદેશોને અવગણવામાં આવ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા કર્મચારીઓ વિરુદ્ધ ઉચ્ચ અધિકારીઓએ ફૂડ વિભાગના કમિશનરને લેખિત ફરિયાદ કરી હતી. આ સ્થિતિએ વધુ એક મહત્વનો સવાલ ઊભો થાય છે: જો જિલ્લા ફૂડ અધિકારીને બાતમી મળે છે, તો તેમના તાબાના કર્મચારીઓને કેમ નહીં?

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03