Education: સર્વ વિદ્યાલય કેળવણી મંડળ અને કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ૧૫ કોલેજના ૭૫ યુવાનોને રોટરી ક્લબ કલોલ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિની ઝાંખી કરાવાઈ અને તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન અપાયું.
Thank you for reading this post, don't forget to subscribe!કલોલ રોટરી ક્લબ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેમાં રાહત દરે આપવામાં આવતો કોમ્યુનિટી હોલ, બાલોધ્યાન, હોસ્પિટલ અને મુક્તિધામની યુવાનોને મુલાકાત કરાવી હતી અને સાથે વિવિધ સમાજ ઉત્કર્ષના કર્યો વિશે માહિતગાર કરાયા હતા. મુલાકાત દરમિયાન રોટરી ક્લબ કલોલના સેક્રેટરીશ્રી વિપુલભાઈ પટેલ, અતુલભાઇ પટેલ અને દેવેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ હાજર રહી યુવાનોને પ્રેરણા પૂરી પાડી હતી.