અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે ઈમરજન્સી કોલ બોક્ષ ઈન્સ્ટોલ

Emergency call box installed for women's safety in Ahmedabad

Technology: અમદાવાદમાં હાલમાં 300 જેટલા સ્થળોએ ઈમરજન્સી કોલ બોક્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. ખાસ કરીને જાહેર સ્થળોએ, મહિલાઓની છેડતી કે અન્ય મુશ્કેલીઓમાં આ સિસ્ટમ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. પોલીસના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટ મુખ્યત્વે મહિલા સુરક્ષા માટે બનાવવામાં આવ્યો છે, પરંતુ તે સિનિયર સિટિઝન સહિત સૌ માટે ફાયદાકારક છે. હાલમાં પોલીસ કંટ્રોલ રૂમમાં દરરોજ લગભગ 100 જેટલા કોલ મળે છે. આ પ્રોજેક્ટ અત્યારે અમદાવાદ ઉપરાંત, દિલ્હી, મુંબઈ, કોલકત્તા, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને લખનઉમાં પણ કાર્યરત છે.

Thank you for reading this post, don't forget to subscribe!

અમદાવાદમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. તેમાંથી નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત ઈમરજન્સી કોલ બોક્સ નામે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ દ્વારા કોઈ પણ વ્યક્તિ આ કોલ બોક્સનો ઉપયોગ કરી સીધો પોલીસ કંટ્રોલ રૂમ સાથે સંપર્ક કરી શકે છે. હાલ અમદાવાદમાં 300થી વધુ ઈમરજન્સી કોલ બોક્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જેના સારા પરિણામો જોવા મળી રહ્યા છે અને રોજે રોજ લગભગ 100 જેટલા કોલ મળી રહ્યા છે.

અમદાવાદમાં નિર્ભયા સેફ સીટી પ્રોજેક્ટ હેઠળ ગુજરાત યુનિવર્સિટી, સિંધુ ભવન રોડ, નવરંગપુરા, સેટેલાઇટ, પ્રહલાદનગર અને એસ.જી. હાઈવે જેવા વિસ્તારોમાં ઈમરજન્સી કોલ બોક્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ બોક્સની વિશેષતા એ છે કે જો કોઈ વ્યક્તિને તાત્કાલિક પોલીસની મદદ જોઈએ, તો માત્ર બટન દબાવવાથી પોલીસ કંટ્રોલ રૂમ અને નજીકની પીસીઆર વાનને તરત મેસેજ પહોંચી જાય છે, અને થોડા જ મિનિટોમાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી શકે છે. આ બોક્સમાં વીડિયો કોલની સુવિધા પણ છે, જેથી કોલ કરનારની માહિતી પણ મળતી રહે છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03