ઉત્તર ગુજરાતના રૂપેણ નદીના ધસમસતા પ્રવાહમાં એક કાર તણાઈ

A car got stuck in the rushing stream of Rupen river in North Gujarat

Mehsana: ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ધોધમાર વરસી રહેલા વરસાદને કારણે કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે મહેસાણાના બહુચરાજીના મોટપ અને કનોડા ગામ વચ્ચે રૂપેણ નદી પર બનેલા કોઝવે પરથી કાર તણાઈ હોવાની ઘટના સામે આવી છે.

Thank you for reading this post, don't forget to subscribe!

રૂપેણ નદીના ધસમસતા પ્રવાહમાં એક કાર તણાઈ હતી. નદીનો કોઝવે પાર કરતી વખતે પાણીના પ્રવાહમાં આ કાર તણાઈ હતી. ગાડીમાં કુલ ત્રણ લોકો સવાર હતા. નદીના પ્રવાહમાં કારચાલક સહિત ત્રણ લોકો કાર સહિત તણાયા હતા. જોકે કારમાં સવાર લોકોની મદદના કારણે ત્રણેય લોકોએ બચવા માટે વૃક્ષોનો સહારો લીધો હતો. જેના કારણે ત્રણેયનો આબાદ બચાવ થયો હતો.

બાદ ત્રણેય લોકોને સ્થાનિકોએ રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. જણાવી દઈએ કે, સ્થાનિક મદદના કારણે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.જણાવી દઈએ કે, 3 ઈંચ વરસાદથી મહેસાણા પાણી-પાણી થઇ ગયુ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03