પોલીસે જુગારીયાઓ પાસેથી રૂ.22,300નો મુદ્દામાલ જપ્ત કર્યો
Thank you for reading this post, don't forget to subscribe!Crime News: વિસનગર પોલીસે પાલડી ચોકડી પાસે આવેલા ડી.જે. ઇન્ડસ્ટ્રીયલ ગજાનંદ માર્કેટમાં દરોડો પાડ્યો હતો. બાતમીના આધારે પોલીસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા.
પકડાયેલા આરોપીઓમાં વિજયકુમાર જયંતીભાઈ પટેલ (વૃંદાવન સોસાયટી), મેહુલકુમાર મંગળભાઈ પટેલ (ગુંદીખાડ), વિશાલ રમણજી ઠાકોર (પાલડી પરા), અજયજી ચંદુજી ઠાકોર (પાલડી પરા), રણજીતજી મગનજી ઠાકોર (ડભોડા), કૃણાલ વસંતભાઈ પટેલ (દેણપ સિદ્ધેશ્વરી) અને નરેન્દ્રસિંહ બાબુસિંહ રાવત (ગુંદીખાડ)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂપિયા 22,300 અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.