Mehsana: ઉત્તર ગુજરાતના જળાશયોમાં પાણીની અછત વચ્ચે ધરોઈ ડેમમાં હજુ 42% જેટલું પાણી ઉપલબ્ધ, ઉત્તર ગુજરાતના જળાશયોમાં પાણીનો પુરવઠો ઘટી ગયો છે, છતાં પણ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જેવા જીલ્લાઓ માટે જીવનરેખા સમાન ધરોઈ સિંચાઈ યોજનામાં હજુ પણ 42.22 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
Thank you for reading this post, don't forget to subscribe!ધરોઈ ડેમની કુલ જળ સમાવવાની ક્ષમતા 813.14 મિલિયન ઘનમીટર છે, જેમાં હાલમાં 343.27 મિલિયન ઘનમીટર પાણી છે. હાલમાં જળસંભરણની સપાટી 603.27 ફૂટ છે. પીવાના પાણી માટે અનામત જથ્થો અલગ રાખવામાં આવ્યો છે, તેથી ઉનાળાની સિઝનમાં પાછળના પાક માટે નહેરમાં પાણી છોડવાનું બંધ રાખવામાં આવ્યું છે. પરિણામે, ખેડૂતોને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ કરવાની ફરજ પડી રહી છે.
ગરમીના કારણે દરરોજ ડેમમાંથી પાણીનું બાષ્પીભવન થઈ રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે કેરળ સહિત દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું શરૂ થવાની સંભાવના છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ ચોમાસું થોડું વહેલું બેસી શકે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.