વિસનગરમાંથી 4.71 લાખનો સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો

4.71 lakh cheap food grains seized from Visnagar

Crime: મહેસાણા ચોકડી પાસે સંસ્કૃતિ સ્કેવર માર્કેટમાં આવેલ દુકાનમાંથી પુરવઠા મામલતદાર ની ટીમે સરકારી અનાજનો જથ્થો ઝડપ્યો. વિસનગર મામલતદાર કચેરીની પુરવઠા ટીમને માહિતી મળી કે મહેસાણા ચાર રસ્તા પાસે સંસ્કૃતિ સ્ક્વેર માર્કેટની એક દુકાનમાં રેશનકાર્ડધારકોને મળતા ઘઉં અને ચોખાનો જથ્થો બજારમાં ઊંચા ભાવે વેચાણ માટે રીક્ષાઓ દ્વારા લઈ જવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે નાયબ પુરવઠા મામલતદાર યોગેશ શર્મા અને તેમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી.

Thank you for reading this post, don't forget to subscribe!

તપાસ દરમિયાન 8109 કિલોગ્રામ ઘઉં, 5647 કિલોગ્રામ ચોખા અને 1302 કિલોગ્રામ ચણાનો જથ્થો મળી આવ્યો, જે રેશનકાર્ડ ધારકો પાસેથી ખરીદવામાં આવ્યો હતો. એ જ સમયે, એક રિક્ષાચાલક રેશનિંગનો જથ્થો દુકાનમાં પહોંચાડતો ઝડપાયો, અને તે રીક્ષા સાથે જથ્થાને કબજે લેવામાં આવ્યો.

વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ જથ્થો 20 ડિસેમ્બરના રોજ પકડાયેલા ફુલેશ્વરી કિરાણા સ્ટોર્સ અને જય જલારામ ફ્લોર ફેક્ટરીના માલિક પટેલ બિપીનભાઇ ફુલચંદાસનો હતો. પુરવઠા વિભાગે 2,18,943 રૂપિયાનું ઘઉં, 2,20,233 રૂપિયાનું ચોખા અને 32,550 રૂપિયાનું ચણાનું મૂલ્ય ધરાવતા જથ્થા સાથે રીક્ષા કબજે કરી અને આ માલ સરકારના પુરવઠા ગોડાઉનમાં મૂક્યો.

બ્યુરો રિપોર્ટ: વિસનગર

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03