સગીરાના પરિવારજનોએ શોધખોળના અંતે અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવી
Thank you for reading this post, don't forget to subscribe!CRIME NEWS: વિસનગર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિસનગરમાં પરિવાર સાથે રહેતી રહેતી 15 વર્ષીય સગીરા 25 માર્ચના રોજ ઘરેથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગઈ હતી. સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ કર્યા બાદ પણ કોઈ સમાચાર ના મળતા આખરે વિસનગર સીટી પોલીસ સ્ટેશને સંપર્ક કર્યો હતો
સગીરાના પિતાએ પોલીસ મથકે પહોંચીને અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી સગીરાની શોધખોળ માટે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.