Mehsana: ઊંઝા APMCની 15 બેઠકો માટેની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. બુધવારે ફોર્મ ભરવાના દિવસે એપીએમસીમાં મેળાના માહોલની શોભા જોવા મળી. ચૂંટણીમાં ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ, પૂર્વ વાઈસ ચેરમેન અરવિંદભાઈ પટેલ અને પૂર્વ સેક્રેટરી વિષ્ણુભાઈ પટેલ સહિત ઘણા વેપારીઓ અને ખેડૂતોએ ફોર્મ ભર્યા. ઊંઝા APMCની 15 બેઠકોની ચૂંટણી માટે કુલ 100 ફોર્મ ભરાયા છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 74 ફોર્મ પ્રાપ્ત થયા, જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો માટે 24 ફોર્મ દાખલ થયા છે. ખરીદ-વેચાણ વિભાગની 1 બેઠક માટે 2 ફોર્મ ભરાયા છે.
ઉંઝા APMCમાં 15 બેઠકની ચૂંટણી માટે 11:00 થી 5:00 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ ભરવા માટે ખેડૂતો અને વેપારીઓ ઉમટી પડ્યા. ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4, અને ખરીદ વેચાણ મંડળીની 1 બેઠક માટે ફોર્મ ભરાયા. ખેડૂત વિભાગમાંથી વિષ્ણુભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ અને દિનેશભાઈ પટેલે ફોર્મ ભર્યું.
આજે ફોર્મ ચકાસણી બાદ 9મીએ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હશે, ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે. દિનેશ પટેલ અને કિરીટ પટેલના જૂથો ચૂંટણીમાં સત્તા મેળવવા માટે મતદારોને આકર્ષવા માટે તૈયાર છે. ભાજપ કયા જૂથને મેન્ડેટ આપશે તે હજી સ્પષ્ટ નથી. એમનેટ માટે બેઠકના પ્રતિનિધિઓએ મહેસાણા કમલમ્ ખાતે રજૂઆત કરી હતી, અને એવું સૂચવાયું હતું કે, જો બહારના ઉમેદવારને મેન્ડેટ આપવામાં આવે તો પરિણામ વિપરીત થઈ શકે છે..