Sports: ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. આ વિજય પછી ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ વિશેષ સફેદ બ્લેઝરમાં નજરે પડ્યા, જેના વિશે ચકચાર મચી ગઈ. ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ વિજેતા ટીમના ખેલાડીઓને ખાસ સફેદ બ્લેઝર આપવામાં આવે છે. આ પરંપરાની શરૂઆત 2009માં થઈ હતી. ICC ફાઈનલ પહેલા બંને ટીમના ખેલાડીઓના માપ લેવામાં આવે છે, જેથી વિજેતા ટીમ માટે ખાસ બ્લેઝર તૈયાર કરી શકાય છે.
Thank you for reading this post, don't forget to subscribe!સન્માન અને ગૌરવનું પ્રતીક
આ સફેદ બ્લેઝર માત્ર એક વસ્ત્ર નથી, પરંતુ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા તેને મહાનતા અને દૃઢ સંકલ્પનું પ્રતીક ગણાવવામાં આવ્યું છે. ICCએ પાકિસ્તાનના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી વસીમ અકરમના એક ખાસ વીડિયોમાં આ બ્લેઝરની આગવી ઓળખ રજૂ કરી હતી. ભારત માટે આ જીત ખાસ હતી, કારણ કે 25 વર્ષ પહેલા મળેલી હારનો બદલો લેવાયો હતો.
ટ્રોફી વિતરણ પહેલા ખેલાડીઓને મેડલ આપવામાં આવ્યા અને સાથે જ આ વિશિષ્ટ સફેદ બ્લેઝર સન્માનરૂપે આપવામાં આવ્યું. 1998માં શરૂ થયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પ્રારંભિક વર્ષોમાં બ્લેઝર આપવામાં આવતું નહોતું, પરંતુ 2009 પછી આ પરંપરાનો ભાગ બની ગયું. આજે, ચેમ્પિયન ટીમના દરેક ખેલાડીને આ સફેદ બ્લેઝર આપવામાં આવે છે, જેની સાથે તેમની સિદ્ધિ અને મહેનતની કદર થાય છે.