Bhakti sandesh: હિંદુસ્તાનમાં અનેક ધર્મના લોકો રહે છે. એમાં બે મોટા ધર્મ છે હિંદુ અને મુસ્લિમ. હિંદુ ધર્મમાં મૃત્યુ પછી વ્યક્તિનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ત્યારે મુસ્લિમોમાં શવને દફનાવી દેવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે આવું શા માટે?
Thank you for reading this post, don't forget to subscribe!હિંદુ ધર્મમાં 16 સંસ્કાર છે, જેમાં અત્યોષ્ટિ અથવા અગ્નિ સંસ્કાર જેને અંતિમ સંસ્કાર કહેવામાં આવે છે. માનવ શરીર 5 તત્વોનું બનેલું છે – આગ, પાણી, હવા, આકાશ અને ધરતી. ત્યાં જ આત્મા અમર હોય છે. એવામાં શરીરમાંથી આત્મા નીકળ્યા પછી એને પંચતત્વમાં વિલીન કરી દેવામાં આવે છે. માન્યતા છે કે અગ્નિદાહ આપ્યા બાદ શરીર એ પાંચ તત્વમાં ફરી ભળી જાય છે. મૃતદેહની રાખને ગંગા નદીમાં પ્રવાહિત કર્યા પછી પંચતત્વ શુદ્ધ રૂપથી પ્રકૃતિમાં મળી જાય છે.
મુસ્લિમ ધર્મમાં મૃતદેહની દફન વિધિ કરવામાં આવે છે. ઇસ્લામિક જાણકારો અનુસાર, જ્યારે દુનિયા ખતમ થવાની હશે, તો ધરતી પર માત્ર ઇસ્લામ જ બચશે. એવામાં કયામત આવશે અને અલ્લાહ તમામ મૃતકને જન્નતમાં ફરીથી પુનર્જીવિત કરશે. આ જ કારણ છે કે, ઇસ્લામમાં માનવ શરીરવાળા મૃતદેહને માટીમાં દફન કરે છે. આ પ્રક્રિયાને ઇસ્લામમાં ખુબ પવિત્ર માનવામાં આવે છે.